
વાંકાનેરના વડસર નજીક ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગના દરોડા
વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વડસર નજીક આવેલ ગાયત્રી સ્ટોન ક્રશર સામે છેલ્લા ઘણા સમયથી બેફામ ખનીજચોરી ચાલતી હોય, જેમાં આજે સવારે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડી ખનીજચોરી કરતા GJ 36 V 8018 નંબરના એક ડમ્પર અને બે હિટાચી મશીનને જપ્ત કરવામાં આવ્યા હતાઆ ખનીજચોરી બાબતે ખાણ ખનીજ વિભાગ દ્વારા જગાભાઈ પાંચાભાઈ બાંભવા (રહે. કેરાળા) અને નરેશભાઈ જેમલભાઈ ભુંભરીયા (રહે. મકનસર) ને ખનીજચોરી બદલ દંડની નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. બાબતે ખાણ ખનીજ વિભાગની સતર્કતાથી વાંકાનેર વિસ્તારના ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે
[wptube id="1252022"]