
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો છેલ્લા ૨૪ કલાકમાં સપાટી ૮૦ સેમી વધી
રાજપીપળા : જુનેદ ખત્રી
સમગ્ર દેશમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ગુજરાત રાજ્યમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ધરખમ આવક થઈ રહી છે જેના કારણે ડેમમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે
તારીખ ૨૩ જુલાઈ સાંજે ૬:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૨૮.૩૭ મીટરે નોંધાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે હાલ ઉપરવાસમાંથી પાણીની આવક ૭૧,૯૫૪ ક્યુસેક નોંધાઈ રહી છે છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક ૧,૦૮,૫૫૨ ક્યૂસેક નોંધાઈ છે ડેમમાં વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે જેમાં રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં જાવક ૪૩,૯૩૨ ક્યૂસેક તેમજ કેનાલ હેડ પાવર હાઉસમાંથી કેનાલમાં જાવક ૫,૨૯૪ ક્યુસેક થઈ રહી છે છેલ્લા ૨૪ કલાકમાં પાણીની સપાટીમાં ૯૦ સે.મી. નો ધરખમ વધારો નોંધાયો છે






