
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લાની લુણાવાડા કોર્ટનો ચુકાદો. રૂપિયા 500 અને 200ની બનાવટી નોટ પ્રકરણમાં ઝડપાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો.

મહિસાગર જિલ્લાની લુણાવાડા કોર્ટ દ્વારા 500 અને 200ના દરની બનાવટી નોટ પ્રકરણના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ આરોપી અજયભાઈ પ્રતાપભાઈ ડામોર,તાલુકો- ઝાલોદ નો રહેવાસી ભારતીય ચલણી નોટ રૂપિયા 200 અને 500ના દંડની બનાવટી નોટની આપ લે કરવા ડોડી ગામના ઘરનાણા પાસે આવવાના છે તેવી બાતમી સંતરામપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં એસ ઓ જી અને મહિલા પીએસઆઇ પારગી સાહેબને મળતા ત્યાં ઘટનાસ્થળે વોચ ગોઠવતા આરોપી અજયભાઈ ને પકડી પાડેલ અને તેમની પાસેથી રૂપિયા 200 અને 500ના દરની બનાવટી નોટો મળી આવેલ હતી જેની કિંમત ૨,૯૧,૨૦૦/- હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહીસાગર જિલ્લાના પ્રિન્સિપાલ સેશન જજ બીજી દવેની કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદ પક્ષે દલીલો કરવામાં આવતા આરોપી અજયભાઈ પ્રતાપભાઈ ડામોરના ચીફ લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલના વકીલ સફીભાઈ પટેલ દ્વારા જણાવેલ કે આરોપીની નવી બાઈક હોવાથી બાઇકની નંબર પ્લેટ ન હોવાથી પૈસાની માંગણી કરેલ અને પૈસા ન આપતા ખોટો કેસ કરેલ છે તપાસ અધિકારીના કહેવાથી બનાવટીની નોટો બિનવારસી મળેલ હોવાનું જણાવેલ છે આમ આરોપીને પકડ્યા તે પહેલાથી તપાસ અધિકારી પાસે બનાવટી નોટો હતી અને આરોપીને ફસાવવા ખોટો કેસ કરેલ છે.









