
રાજપીપળા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાને રોકવા માટે મુસ્લિમ સમાજની આ એક સરાહનીય પહેલ, ૧૧ યુગલોએ નિકાહના બંધનમાં બંધાઈ નવજીવન શરૂ કર્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
આજે રાજપીપળા ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ૧૧ જોડાઓ નિકાહના બંધનમાં જોડાઈ નવજીવન શરૂ કર્યું છે
રાજપીપળામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને બાલાપીર બાબા ની દરગાહ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો સહિત પૂર્વ ધારાસભ્ય પી. ડી. વસાવા, જેન્તીભાઇ વસાવા પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઈ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ અને સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ , કમલેશભાઈ પટેલ , પ્રદેશ કોંગ્રેસ મહા મંત્રી હરેશ વસાવા સહિત રાજકીય આગેવાનો પણ સમૂહ લગ્નના પ્રસંગમાં જોડાયા હતા
લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાને રોકવા માટે મુસ્લિમ સમાજની આ એક સરાહનીય પહેલ છે ખાસ કરીને સમૂહ લગ્નમાં દાતાઓએ નવ યુવાનોને ભેટ સોગાદો આપી દુઆઓ આપી હતી આગેવાનોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજપીપળામાં મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ સાદીનું આયોજન કરાયું છે જેનો મુખ્ય હેતુ એ છે કે પયગંબર સાહેબના આદેશ મુજબ લગ્નમાં થતાં ખોટા ખર્ચ દૂર કરવા તેમજ સમાજને આર્થિક રીતે ઉપર લાવવાનો છે
બોક્ષ
પૂર્વ ધારાસભ્યો સહિત રાજકીય આગેવાનોએ મુસ્લિમ સમાજની પહેલને બિરદાવી
રાજપીપળામાં યોજાયેલા સમૂહ લગ્નમાં ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી અને મુસ્લિમ સમાજના આ કાર્યને બિરદાવ્યું હતું






