BANASKANTHAPALANPUR

પાલનપુર ખાતે ધ સ્કૂલ ઓફ સાયન્સ'(SOS) શાળામાં રામોત્સવ ની ઉજવણી કરવામાં આવેલ 

16 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામ ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને એક દિવ્ય ચેતના પ્રસરી રહી છે. ત્યારે તા :13 જાન્યુઆરી 24  ના રોજ સ્કૂલ ઓફ સાયન્સ SOS માં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાળાના ટ્રસ્ટ્રી શ્રીગિરીશભાઈ અમીન, શ્રી કે. ટી. ઠક્કર સાહેબ, દરેક વિભાગના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કળશ પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ નજીકના વિસ્તારમાં શોભાયાત્રા દ્વારા સમગ્ર વાતાવરણ રામમય બન્યું. રામાયણના પાત્રો દ્વારા વેશભૂષામાં રહેલા બાળકોનું રહીશો દ્વારા સ્વાગત થયું. કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારી કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિ રહી. બાળકોએ રામાયણ આધારિત નાટયગીત રજૂ કરીને રામચરિત્ર ઉજાગર કર્યું. ધૂન, આરતી અને પ્રસાદ બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. સમગ્ર માહોલ જય શ્રીરામ ના નાદ થી ગુંજી ઉઠ્યો.

[wptube id="1252022"]
Back to top button