
રાજપીપળા નજીક જેતપુર (રામગઢ) ને જોડતો રસ્તો બનાવવા માંગ
જેતપુર (રામગઢ) ગ્રુપ ગ્રામપંચાયત માં સર્વાનુમતે રસ્તો બનાવવા ઠરાવ કરી ગ્રાન્ટની ફાળવણી કરવા માંગ
રાજપીપળા: જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જેતપુર(રામગઢ) ગૃપ ગ્રામપંચાયત માં આવેલા ગામો મોટાલીમટવાડા,નાના રાયપુરા, જેતપુર, વેરીસાલપરા, ખામર નવાગામ, રીંગણી ગામાને જોડતો રસ્તો ખુબજ ખરાબ હાલતમાં છે હાલમાં વરસાદ પડવાથી સમગ્ર રસ્તા ઉપર કિચડ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ઉપરાંત રસ્તા ઉપર મોટા ખાડા પડી ગયા હોવાથી અંતરિયાળ ગામના લોકોને પરિવહન કરવામાં ખૂબ મુશ્કેલી આવી રહી છે ઉપરાંત રાજપીપલા મુકામે અભ્યાસ કરતા વિધાર્થીઓને પણ આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે ક્યારેક મેડિકલ ઇમરજન્સી સર્જાય ત્યારે મુખ્ય મથક રાજપીપલા થી ૧૦૮, એમ્બુલન્સ ગામોમાં પણ આવી શક્તી નથી.
નવો રસ્તો બનાવી આપવા બાબતે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યો છે ત્યારે સરપંચ ની આગેવાનીમાં ગ્રામજનોએ જિલ્લા કલેકટર અને નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખને સદર કાર્યો તાત્કાલીક મંજુર કરી ભલામણ કરી ગ્રાન્ટ ફાળવણી કરી નવો રસ્તો બનાવી આપવા રજૂઆત કરાઈ છે









