ANAND CITY / TALUKO

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આણંદ જિલ્લાના ત્રણ સ્થળોએ ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે નિ:શુલ્ક યોગ સમર કેમ્પ શરૂ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આણંદ જિલ્લાના ત્રણ સ્થળોએ ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે નિ:શુલ્ક યોગ સમર કેમ્પ શરૂ

તાહિર મેમણ – આણંદ – 23/05/2024 – ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગ-સેવક શીશપાલ રાજપૂત અને વિશેષ અધિકારીશ્રી વિશન વેદીના નેતૃત્વ હેઠળ તથા ઝોન-૭ ના ઝોન કોઓર્ડિનેટર ડૉ. જયનાબેન પાઠક અને જિલ્લા કોઓર્ડિનેટર દિવ્યા ધડુક પટોલિયાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના ત્રણ સ્થળોએ તા.૨૯/૦૫/૨૦૨૪ સુધી સવારના ૭-૦૦ થી ૯-૦૦ કલાક દરમિયાન બાળ સમર કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
આ બાળ સમર કેમ્પ જિલ્લાના ત્રણ સ્થળોએ શરૂ કરાયો છે. જેમાં ડી. એન. હાઇસ્કૂલ કેમ્પસ, કસ્તુરબા કન્યા વિદ્યાલય પ્રાંગણ, આણંદ ખાતે યોગ કોચ શંકરજી એફ રાઠોડ, સ્વામિનારાયણ મંદિર હૉલ- પેટલાદ ખાતે યોગ કોચ તક્ષ શુક્લ અને સ્ટુડન્ટ્સ એક્ટિવિટી સેન્ટર-કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે યોગ ટ્રેનર ડૉ. સાધના સરૈયા દ્વારા સંચાલન કરવામાં આવશે.
૭ થી ૧૫ વર્ષની વયના બાળકો ઉત્સાહભેર આ સમર કેમ્પમાં જોડાયા છે. આ બાળ સમર કેમ્પના ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોના સમર કેમ્પમાં જોડાવાની અગત્યતા અંગે અને ભારતીય સંસ્કૃતિની દેન “યોગ” નું બાળકોમાં નાની વયથી જ સિંચન કરવાથી સંસ્કૃતિ અને સ્વસ્થ જીવનને જાળવી રાખવામાં યોગના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી.
આ સમર કેમ્પમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેમ્પમાં આવનાર દરેક બાળકને યોગની માહિતી પુસ્તિકા, યોગ ચિત્રપોથી, કેપ અને દિવસના અંતે બાળકોને પોષ્ટિક નાસ્તો અને એનર્જી ડ્રિંક પણ આપવામાં આવે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button