ANAND CITY / TALUKOPETLAD

પેટલાદ સિવિલ હોસ્પિટલની અનોખી સિધ્ધિ ૫૦ વર્ષીય મહિલાના અંડાશયમાંથી ૩.૩૧ કિ.ગ્રા.ની બેનીંગ ટ્યુમરની ગાંઠની સફળ સર્જરી કરાઈ

આણંદમંગળવાર :: પેટલાદ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનશ્રી ડૉ. નિમિત્ત કુબાવતની યાદીમાં જણાવ્યા પ્રમાણે પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત ૫૦ વર્ષીય મહિલાના અંડાશયમાંથી ૩.૩૧ કિ.ગ્રા.ની બેનીંગ ટ્યુમરની ગાંઠની વિનામુલ્યે નિદાન તેમજ સર્જરી કરવામાં આવી છે.

પેટલાદના રહેવાસી ૫૦ વર્ષીય ગુલશનબીબી લતીફબેગ મિર્ઝાને ૨ મહિનાથી પેઢુના ભાગે દુખાવો થતો હતોતેથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા, પરંતુ ત્યાં તેમને સંતોષકારક સારવાર ન મળતા તેઓ પેટલાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતાજ્યાં ગાયનેક વિભાગના ડૉક્ટરશ્રીએ તેમની તપાસ કરતા અંડાશયમા મોટી ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. આ ગાંઠ દર્દીના અંડાશયથી શરૂ કરીને નાભીના ભાગ સુધી પ્રસરેલી હતીતેથી આ ગાંઠ કેન્સરની છે કે નહી તે જાણવા માટે Papsmear & Colposcopy રીપોર્ટ કરતા દર્દીની ગાંઠ કેન્સરની નહીં પરંતુ “Serous Cyst Adenoma of Ovary (Benign Tumor) છે તેમ જાણવા મળ્યું હતુ. આ ગાંઠ ૫ થી ૧૫% સ્ત્રીઓમાં જોવા મળે છે તેમજ ૫ થી ૧૦ ટકા કેસમા જો સમયસર સારવાર કરવામા ન આવે તો કેન્સર જેવુ ગંભીરરૂપ પણ ધારણ કરી શકે છે. આ ગાંઠનું વજન ૩.૩૧ કિ.ગ્રા. તથા માપ ૧૫x૧૮.૨x૧૭.૮ સે.મી. હતું. દર્દીને અંડાશયની ગાંઠની સાથે ડાયાબિટીસઉંચુ બ્લડ પ્રેશરલીલો થાઇરોઇડ જેવી બીમારીઓ પણ હોવાથી તેને નિયંત્રણમાં લઈને ગાયનેક વિભાગના ડૉક્ટરોએ તમામ રીપોર્ટને ધ્યાનમાં રાખીને આ ગાંઠનુ સફળ ઓપરેશન કર્યું હતું.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત વિનામુલ્યે સારવાર મળતા દર્દીએ સંતોષ તથા આનંદની લાગણી અનુભવી હતી, તેમજ પેટલાદ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. નિમિત્ત કુબાવતગાયનેક વિભાગ તથા એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાંત તબીબોની કામગીરીને બિરદાવીને હોસ્પિટલ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હોવાનું વધુમાં જણાવાયું છે.

નોંધનીય છે કે, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગની સરકારી હોસ્પિટલોમાં અત્યાધુનિક સુવિધાઓ અને અનુભવી ડૉક્ટરો ખુબ સારી આરોગ્ય સેવાઓ આપી રહ્યા હોવાથી હવે વધુમાં વધુ લોકો સરકારી આરોગ્ય સેવાઓનો લાભ મેળવી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button