ANAND CITY / TALUKO
આણંદ જિલ્લાના ફુડ સેફટી વિભાગ દ્વારા ડ્રાયફ્રુટની ગુણવતાની ચકાસણી અર્થે યોજાઈ સ્પેશિયલ ડ્રાઇવ
આણંદ જિલ્લાના ફુડ સેફટી વિભાગ દ્વારા ડ્રાયફ્રુટની ગુણવતાની ચકાસણી અર્થે યોજાઈ સ્પેશિયલ ડ્રાઇવ
તાહિર મેમણ : આણંદ – 28/02/2024- આણંદ શહેર, વિદ્યાનગર અને કરમસદ ખાતેથી ડ્રાયફ્રુટના ૪૦ નમુનાઓ પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઈસમો સામે દંડાત્મક કાર્યવાહી કરી શકાય તે માટે આણંદ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમયાંતરે ખોરાકના નમુના લઈ ચકાસણી કરવામાં આવે છે.
તાજેતરમાં આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા બજારમાં વેચાતા ડ્રાયફ્રુટની ગુણવતા ચકાસણી અર્થે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં આણંદ શહેર, વિદ્યાનગર અને કરમસદ ખાતેથી ડ્રાયફ્રુટના કુલ ૪૦ નમુનાઓ લઇ પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝિગ્નેટેડ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]







