GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કાર્યભાર (હવાલો) સંભાળતા શ્રી નેહા કુમારી

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કાર્યભાર (હવાલો) સંભાળતા શ્રી નેહા કુમારી

૨૦૧૫ ની બેચના IAS ઓફિસર શ્રીમતી નેહા કુમારી આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા.

અગાઉ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સેવારત રહી ચૂક્યા છે શ્રીમતી નેહાકુમારી

મહીસાગર જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરિકે નિમણૂંક થતા  નેહા કુમારીએ કાર્યભાર (હવાલો) સંભાળી લીધેલ છે. નેહા કુમારી આ અગાઉ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે. તેથી મહીસાગરની ભૌગોલિક પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. જેનો લાભ જિલ્લાને ચોક્કસ મળશે.

તેમની જિલ્લાની પરિચિતતાથી જિલ્લાના નિર્ણયોમાં ચોક્કસ ઝડપ આવશે અને વહીવટી કામમાં ગતિશીલતા જોવાં મળશે.

ભારતીય સનદી સેવાઓમાં સને-૨૦૧૫ ની સાલમાં પસંદગી પામેલા શ્રી નેહા કુમારીએ આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. અગાઉ મહીસાગર તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સેવારત રહી ચૂક્યા છે

શ્રીમતી નેહાકુમારી ઝારખંડના વતની અને બી.ઈ ઈલેક્ટ્રીકલ / ઇલેક્ટ્રોનિક્સ ની પદવી ધરાવતા મહેનતૂ અને ઉત્સાહી સનદી અધિકારી હોવાથી મહીસાગર જિલ્લાને તેમની વિશિષ્ટ સેવાઓનો પણ વિશેષ લાભ મળી રહેશે.

[wptube id="1252022"]
Back to top button