DAHODGUJARAT

દાહોદના સંયુક્ત ઉપક્રમે’ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

તા.૩૦.૦૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત, નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,દાહોદ

 

NSS અને NCC વિભાગ તેમજ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત દાહોદના સંયુક્ત ઉપક્રમે’ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.નયન જોષી ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને નેશનલ ઓરલ હેલ્થના સયુંકત ઉપક્રમે આરોગ્યલક્ષી કાર્યક્રમ કરવામાં આવ્યો. પ્રોગ્રામના અધ્યક્ષ તરીકે કોલેજના પ્રિન્સિપાલ ડૉ.બી. આર. બોદર સાહેબે પ્રાસંગિક ઉદ્બોદન કરતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો . તેમજ આ પ્રોગ્રામના અતિથિ વિશેષ તરીકે ડૉ. જી.જી. સંગાડા સાહેબે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શૈલેષ રાઠોડ સાહેબે PPT દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન દ્વારા થતા નુકસાન અંગે અને COTPA-2003 ના કાયદા વિશે માર્ગદર્શન આપ્યું હતું . આ કાર્યક્રમમાં ડૉ.નિશા ગર્ગ(ડેન્ટલ સર્જનશ્રી) સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું ઓરલ હેલ્થ ચેકઅપ કરી ઓરલ હેલ્થ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રોગ્રામમાં વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન NSS ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિનય પટેલ અને NCC નાં ઓફિસર ડૉ.લાલજી પરમારે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. મેઘના કંથારીયા મેડમ તથા સ્પોર્ટ વિભાગના પ્રાધ્યાપક ધવલ સુરવે કર્યું હતું

[wptube id="1252022"]
Back to top button