ધનિયાણા ગામે કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિ દ્વારા મહા શિવરાત્રિ પર્વના શિવ પૂજન કાર્યક્ર્મ યોજાયો
18 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આંતર રાષ્ટ્રીય રાષ્ટ્રવાદી સંગઠન કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિ બનાસકાંઠા જીલ્લા સંગઠન આયોજિત પાલનપુર તાલુકાના ધનીયાણા ગામે શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર માં કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિ ના હોદ્દેદારો દ્રારા જળ અભિષેક, દૂધ અભિષેક, ફૂલ, કુમકુમ, ચંદન, કેસર વગેરે પુજા સામગ્રી થી પુજા અર્ચના કરી મહા મૃત્યુંજય મંત્ર, ૐ નમઃ શિવાય મંત્ર અને કર્પુર આરતી વગેરે પુજા કરી ભારત વિશ્વગુરૂ બને અને સૌ રાષ્ટ્ર ભક્તોની ભગવાન ભોલેનાથ મહાદેવ રક્ષા કરે અને વિશ્વ કલ્યાણ માટે તમામ હોદ્દેદારોએ પુજા પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મંદિરના મહંત પુષ્પગિરિજી મહારાજ (માતાજી), કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપા અગ્રણી શ્રી મુકેશભાઈ દરજી, ગુજરાત પ્રદેશ ભાજપા અગ્રણી અને બનાસકાંઠા જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી કુમુદબેન જોષી, કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને બનાસકાંઠા જીલ્લા ભાજપ મહિલા મોરચા ઉપાધ્યક્ષ ઉષાબેન જોષી, કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિ ગુજરાત પ્રદેશ યુવા મંત્રી શ્રી નિષાદભાઈ પંચાલ, ગુજરાત પ્રદેશ ભાજપા અગ્રણી શ્રી પરબતજી ઠાકોર, કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિ બનાસકાંઠા જીલ્લા ઉપાધ્યક્ષ શ્રી રતનસિંહજી રાજપુત, કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિ બનાસકાંઠા જીલ્લા ઉપાધ્યક્ષ શ્રી ફુલસિંહજી ડાભી, કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિ બનાસકાંઠા જિલ્લા મંત્રી શ્રી ધનરાજભાઈ ઓડ, કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિ બનાસકાંઠા જીલ્લા મંત્રી શ્રી મોહનભાઈ પરમાર, કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિ બનાસકાંઠા જીલ્લા મીડીયા કનવિનર શ્રી ભીખાભાઈ પ્રજાપતિ, કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિ વડગામ તાલુકા મંત્રી શ્રી પ્રતાપજી ઠાકોર, અમરત ભાઈ હોગાણી વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.