GUJARAT

*વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સોમવારે નર્મદા જિલ્લાની મુલાકાતે*

*વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સોમવારે નર્મદા જિલ્લાની મુલાકાતે*
——–
*વિદેશ મંત્રીશ્રીના હસ્તે આરોગ્ય, કૌશલ્ય વર્ધન અને શિક્ષણના વિકાસ કામોનું લોકાર્પણ કરાશે*
——–
રાજપીપલા, રવિવાર :- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં દેશની વિદેશનીતિને નવી ઉંચાઇએ લઇ જનારા વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર તા.૨૯ને સોમવારે નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ જનસુખાકારીના વિવિધ કામોના લોકાર્પણ કરવાની સાથે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજવાના છે.

તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ તા.૨૯ના રોજ સવારે ૧૧ વાગ્યે એકતાનગર ખાતે આઇએચસીએલ સ્કીલ સેન્ટરનું ઉદ્દઘાટન કરશે. આ સ્કીલ સેન્ટર એકતાનગર અને આસપાસના આદિવાસી યુવાનોને કૌશલ્યવાન બનાવવામાં લાભરૂપ થશે. ત્યાર બાદ તેઓ બપોરે ૨.૫૦ વાગ્યે ગરુડેશ્વર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લેશે. તત્પશ્ચાત ૩.૪૫ વાગ્યે રાજપીપળા સ્થિત ચિલ્ડ્રન હોમની મુલાકાત લઇ ત્યાં નવી લેબ અને સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરશે. ૪.૩૦ વાગ્યે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજશે.

આ કાર્યક્રમ બાદ ૫.૧૫ વાગ્યે લાછરસ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી જનસેવામાં અર્પિત કરશે.
૦૦૦

[wptube id="1252022"]
Back to top button