
8-જાન્યુ.
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી કચ્છ :- તા. ૭/૧/૨૪ ના રોજ ગાયત્રી શક્તિપીઠ, ભુજ મધ્યે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ધો.૫ થી કોલેજ સુધીના ૨૬૫ શાળા-કોલેજના ૧૩,૫૦૦ વિધાર્થીઓએ સમગ્ર કચ્છમાંથી ભાગ લીધેલ હતો, જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ વિધાર્થીઓ તેમજ તેમના ગુરુજનોને સન્માનિત કરવાનો એક સમારોહ યોજવામાં આવેલ હતો. ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં જિલ્લા કક્ષાએ સારસ્વતમ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા ની પાંચ વિધાર્થીનીઓ ધો. ૯ વંશી નીતિનભાઈ ભાનુશાલી, નીતા ગુણવંતભાઇ ચારોલીયા, ધો.૧૦ દ્રષ્ટિ મહેશભાઈ ભાનુશાલી, ધો. ૧૧ હાજીયાણીબાઇ રમજાનભાઇ પઠાણ તેમજ અલ્પા પુંજાભાઇ આહિરે પ્રથમ તેમજ દ્વિતીય ક્રમે ઉતિણૅ થઈ રાજ્યની પરીક્ષા માટે પસંદગી પામેલ છે. તમામ વિદ્યાર્થીનીઓને ગાયત્રી શક્તિપીઠ, ભુજ મધ્યે આદરણીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહજી વાધેલા સાહેબશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ વિજેતા થયા એ બદલ શિલ્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા અને ગુરુજનોને પણ સન્માનિત કરવામાં આવેલ હતા. આ પ્રકારની સિદ્ધી પામેલ તમામ વિધાર્થીનીઓને શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબ, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સંયોજક શિક્ષક શ્રી અલ્પેશભાઈ જાની તેમજ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન સહ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.










