
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૪ ની ઉજવણી સંદર્ભે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું
ટ્રાફિકના જવાનોએ રાજપીપલાના નગરજનોને ટ્રાફિક નિયમન અંગે જાગૃત કર્યા
જુનેદ ખત્રી: રાજપીપલા

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૪ અંતર્ગત ૧૪ ફેબ્રુઆરી સુધી ટ્રાફિક સલામતીને લગતા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂપે પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી આજે ટ્રાફિકના જવાનોએ બાઇક રેલી કાઢીને રાજપીપલા નગરજનોને ટ્રાફિક નિયમન અંગે સંદેશો આપ્યો હતો. એસ.પી. કચેરી થી નીકળેલી આ બાઇક રેલી ગાંધી ચોક, સંતોષ ચોકડી, લીમડા ચોક, સફેદ ટાવર, સૂર્ય દરવાજા, જૂની સિવિલ કોલેજ રોડ, કાળીયા ભૂત થઈ પરત એસપી કચેરીએ પરત ફરી હતી.
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તેમજ દેડિયાપાડા પ્રાંત અધિકારીએ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે એ.આર.ટી.ઓ. નિમિષાબેન પંચાલ તેમજ ડીવાયએસપી પ્રેમલ પટેલ, વાણી દૂઘાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






