GUJARATLUNAWADAMAHISAGAR

લુણાવાડા ટાઉન પો.સ્ટે વિસ્તારમાં ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા ઇસમને ઝડપી પાડતી લુણાવાડા ટાઉન પોલીસ

આસીફ શેખ લુણાવાડા

લુણાવાડા ટાઉન પો.સ્ટે વિસ્તારમાં ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા ઇસમને ઝડપી પાડતી લુણાવાડા ટાઉન પોલીસ

મહીસાગર જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના જાહેરનામાં ક્રમાંક એમ.એ.જી./સ્કાય લેટર્ન/ ચાઇનીઝ માઝા/જાહેરનામું/વશી/૨૩૦૬/૨૦૨૩ તા.૧૨/૧૨/૨૦૨૩ અન્વયે પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબનાઓએ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કડક સુચના કરેલ.

દરમ્યાન લુણાવાડા ટાઉન પોલીસ ઇન્સ..એ.એન.નીનામાસાહેબનાઓની બાતમી આધારે લુણાવાડા વસંત સાગર તળાવ પાસે રહેતા ડબગર ધવલભાઇ મુકેશભાઇ રહે. વાવના મુવાડા લુણાવાડા તા.લુણાવાડા જી.મહીસાગરનાઓની દુકાનમાંથી ચાઇનીઝ દોરીના રીલ નંગ-૨૪ કિમંત રૂ-૪૮૦૦/-નો મુદ્દામાલ રાખી મહે. જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button