DEVBHOOMI DWARKADWARKA

દ્વારકામાં પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિ, આહાર, વનૌષધી વેચાણ અને પ્રદર્શન મેળાનો પ્રારંભ

મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટિવલનો પ્રારંભ

દેવભૂમિ દ્વારકાના એન.એચ.ડી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર તેમજ ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, બિરસા મુંડા ભવન, ગાંધીનગર દ્વારા પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિ, આહાર, વનૌષધી વેચાણ અને પ્રદર્શન મેળો તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી., મહિલા અને બાળ વિકાસ વિભાગ આયોજિત મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. આ મેળો તા. ૦૩/૦૪/૨૦૨૩ સુધી સવારે ૧૦ કલાકથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી યોજાનાર છે.

પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિ, આહાર, વનૌષધી વેચાણ અને પ્રદર્શન મેળાના મુખ્ય આકર્ષણો આદિવાસી વિસ્તારની પરંપરાગત હસ્તકલા – કૃતિ વેચાણ અને પ્રદર્શન, આદિવાસી પરંપરાગત આહાર સ્ટોલ, પરંપરાગત ખેત ઉત્પાદન વેચાણ, ગૌણવન પેદાશોનું વેચાણ, વન ઔષધિઓનું વેચાણ અને પ્રદર્શન છે.

મહિલા હાથશાળ હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટિવલમાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ જેવી કે હાથશાળ, માટીકામ, મોતિકામ, ચર્મકામ વાંસકામ, પટોળા, બાંધણી, કચ્છી ભરત કામ, સહિતની વસ્તુઓનું વેચાણ સહ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

[wptube id="1252022"]
Back to top button