
રાજપીપલામાં કાર ડીવાઈડર ઉપર ચઢી ગઈ, સદનસીબે યુવાનોનો બચાવ
જુનેદ ખત્રી : રાજપીપલા

નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે દરરોજ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લઈ રહ્યા છે ત્યારે તેને જોડતા રસ્તાઓ પણ સરકાર દ્વારા ફોર લેન બનાવવામાં આવ્યા છે પરંતુ રસ્તાઓ ઉપર યોગ્ય જગ્યાઓએ સાઇન બોર્ડ નહીં લગાવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે
થોડા દિવસ અગાઉ ગરુડેશ્વર પુલ પાસે પુલ બંધ હોવાના યોગ્ય સાઈન બોર્ડ નહિ લાગેલા હોવાથી બે બાઈક સવાર યુવાનો રોડ આગળ મુકેલા મોટા પથ્થરોમાં ધડાકા ભેર અથડાતા બંને યુવાનોનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું
ગતરોજ રાત્રે રાજપીપળામાં નગરમાંથી પસાર થતા હરસિદ્ધિ માતાજી મંદિર પાસેના હાઇવેના ડીવાઈડર ઉપર કાર ચઢી જતાં કારમાં બેઠેલ યુવાનોનો આબાદ બચાવ થયો હતો જોકે કારની ઓઇલ ચેમ્બર ફાટી જતાં રસ્તા ઉપર ઓઇલ પ્રસરી ગયું હતું ઉપરાંત કારને નુકશાન થયું હતું
અકસ્માત સંદર્ભે કાર ચાલક યુવાને જણાવ્યું હતું કે હરસિધ્ધિ માતાજીના મંદિરથી સ્પીડ બ્રેકર પસાર કર્યા બાદ સળંગ રસ્તો છે ત્યારબાદ ડિવાઈડર આવેલા છે જે ડિવાઈડર માટેની રોડ ઉપર કોઈ સાઈન બોર્ડ લગાવવામાં આવી નથી જેના કારણે રાત્રિ દરમિયાન અંધારામાં ડિવાઇડર નહીં દેખાતા ગાડી ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી સદ્નસીબે કારમાં સવાર લોકોનો જીવ બચ્યો હતો ત્યારે તંત્ર દ્વારા યોગ્ય સ્થળે સાઈન બોર્ડ રેડિયમ લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે









