GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

Kalol : ગરબા રમવા આવનાર દરેક ખેલૈયા તિલક કરી ને આવે તેવી કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કરી અપીલ.

તારીખ ૦૮/૧૦/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ કે જેઓ ધર્મપ્રેમી અને કેસરિયા સિંહ તરીકે ઓળખાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓને ભગત કહી ને સંબોધે છે તેઓનો એક વિડિયો વાઈરલ થયો છે જે વિડીયોમાં તેઓ કાલોલ ના તમામ ગરબા આયોજક મંડળો ને અપીલ કરે છે અને જણાવે છે કે આપણી સનાતન હિંદુ સંસ્કૃતિ ના પ્રતિક રૂપે ગરબા રમનાર દરેક ખેલૈયાઓએ આપણે આપણા ધર્મ ને વળગી રહેવા માટે એકતા કરી કપાળ ઉપર તિલક કરીને ગરબા રમવા જવું જોઈએ.

[wptube id="1252022"]
Back to top button