GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કાલોલ દ્વારા યોજાયેલા CPR ટ્રેનિંગમાં ૫૦ વધુ ટ્રેનર્સનેં ટ્રેનીંગ આપવામાં આવી

તારીખ ૧૫/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

આજે કુમળી વયના કિશોરો અને યુવાનોમાં જીમ વર્કઆઉટ કરતા, ગરબા રમતા, કોઈ પણ રમત રમતા કે અન્ય કોઈ કાર્ય કરતી વખતે અચાનક જ હૃદય હુમલા(હાર્ટ એટેક)ના કારણે મૃત્યુ થવાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબે ઘૂમતા કિશોરો-યુવાનો હાર્ટ એટેકનો ભોગ ન બને તથા તેમને તેવી પરિસ્થિતિમાં પ્રાથમિક સારવાર આપી બચાવી શકાય તે હેતુથી રેડ ક્રોસ સોસાયટી કાલોલ તથા રીધમ હોસ્પિટલ વડોદરાના નિષ્ણાંત ડોક્ટર્સની ટીમના સહિયારા પ્રયાસથી CPR ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવરાત્રી મહોત્સવ આયોજક મંડળના ટ્રેનિંગ લેવા ઈચ્છુક સભ્યો તથા સ્થાનિક નાગરિકો સાથે કુલ ૫૧થી પણ વધુ ટ્રેનર્સને CPR ની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં કાલોલ રેડ ક્રોસ સોસાયટી ના વાઇસ ચેરમેન અને જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ યોગેશકુમાર પડ્યા,રેડ ક્રોસ સોસાયટી ના ચેરમેન સતીષભાઇ શાહ,રેડ ક્રોસ સોસાયટી ના સેક્રેટરી ડોક્ટર્સ પ્રકાશભાઇ ઠક્કર, કાલોલ તાલુકા પંચાયતના સભ્ય ડોક્ટર કિરણસિંહ પરમાર, કાલોલ નગરપાલિકાના માજી પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, કાલોલ શહેર ભાજપ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ દરજી સહિત સ્થાનિક ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ટ્રેનિંગ મેળવી હતી.

[wptube id="1252022"]
Back to top button