
નાંદોદ તાલુકાના વડખડ ગામના ખેડૂતના મોઢા ઉપર પતંગની દોરી ફરી વળતાં ૩૫ થી ૪૦ ટાકા આવ્યાં
જુનેદ ખત્રી : રાજપીપળા

આગામી ૧૪ મી જાન્યુઆરીના રોજ ઉતરાયણ આવી રહી છે ત્યારે કેટલાક પતંગ રસિકો અગાઉથી જ પતંગો ચકાવે છે કેટલાક લોકો પતંગ ચગાવવા માટે કાચવાળી અને ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરતા હોય છે અને બજારમાં પણ ભરપૂર ચાઈનીઝ દોરી મળે છે ત્યારે તે લોકોને નુકસાનકારક પણ નડે છે અને ક્યારેક કોઈનો જીવ પણ લઈ લે છે ત્યારે રાજપીપલા નજીક વારખડ ગામના ખેડૂત ને દોરો ભેરવાતા ગંભીર ઇજાઓ થવા પામી છે
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે રહેતા પટેલ યોગેશભાઈ તેઓ પોતાના ખેતરમાંથી ઘરે જતા હતા ત્યારે અચાનક પતંગની દોરી મોઢા પર આવી જતા મોઢા ઉપર દાઢી પાસે દોરી ફરી વળતાં તેઓને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે રાજપીપળા ના આત્મીય હોસ્પિટલ ડો,જયેશ પટેલ પાસે લાવતા તેઓએ તાત્કાલિક ધોરણે તેઓને 35 થી 40 ટાંકા લઈને તેઓને જાન બચાવી હતી અને સારવાર આપી હતી
આ બાબતે ડો, જયેશ પટેલ સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે હાલ ઉતરાણ આવી રહી છે ત્યારે મોટરસાયકલ ચલાવતા ચાલકોને સેફટી રાખી ખૂબ જરૂરી છે






