રાજપીપલા પોલીસે જુદી જુદી ત્રણ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા
રાજપીપલા પો.સ્ટે. ની હદમાં નવા વાઘપુરા બસ સ્ટેન્ડ પાસે કેબિન માંથી થયેલ ચોરી, વાવડી ગામની સીમમાંથી બેટરી અને ઝટકા મશીનની ચોરી તેમજ રાજપીપલા જીન કમ્પાઉન્ડમાં થી ડ્રીપ પાઇપ ની ચોરી થઈ હતી
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળા પોલીસ મથકની હદમાંથી જુદી જુદી ત્રણ જગ્યાએથી ચોરીના બનાવ બન્યા હતા જે ચોરીના ગુનાનો ભેદ રાજપીપળા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપી પાડી સરાનીય કામગીરી કરી છે
વાવડી ગામની સીમમાંથી ઈલેક્ટ્રીક બેટરીઓ તથા ઝાટકા મશીનોની ચોરી સંદર્ભે તપાસ હાથ ધરી આરોપીઓ (૧)સંદિપભાઈ રામદાસભાઈ વલવી (૨) વિપુલભાઈ હસમુખભાઈ વલવી બન્ને રહે-મોટા રાયપુરા તા-નાંદોદ જી-નર્મદા ને ઝડપી મુદ્દામાલ રિકવર કરાયો છે બીજી ચોરીના કિસ્સામાં રાજપીપલા જીનકંપાઉન્ડ પાસે આવેલ ગોડાઉનમાંથી ડ્રીપની પાઇપોના બંડલ નંગ-૩૭ કિં.રૂ.૩૫,૨૨૪/- ની ચોરી કરનાર આરોપીઓ ૧) મેહુલભાઇ જગદિશભાઇ ભીલ (૨) જયપાલભાઇ નારણભાઇ વસાવા બંને રહે-ટેકરાફળીયુ રાજપીપલા ને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા ત્રીજા કિસ્સામાં નવા વાધપુરા બસ સ્ટેન્ડ પાસે આવેલ ગલ્લામાંથી રોકડ રૂપીયા ૮૦૦૦/- તેમજ ખાણીપીણીની વસ્તુ મળી કુલ્લે ૧૭,૭૮૦/- ની ચોરી કરનાર આરોપી ચિરાગ રતિલાલ તડવી રહે કેવડિયા તા.ગરૂડેશ્વર જી.નર્મદા ને ઝડપી ત્રણેય ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં રાજપીપલા પોલીસે ઉકેલી મુદ્દામાલ રિકવર કર્યો છે તેમજ આરોપીઓ ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે






