નાતાલની રાજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો, બે દિવસ માં ૧.૩૦ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી

નાતાલની રાજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો, બે દિવસ માં ૧.૩૦ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી
નાતાલના મીની વેકેશનના પહેલાં દિવસે શનિવારે ૫૦ હજાર અને રવિવારે ૮૦ હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા
જુનેદ ખત્રી : રાજપીપલા
નાતાલ પર્વની ત્રણ દિવસની રાજાઓ માં શનિ, રવિ અને સોમ વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભીડ જમી રહી છે. આ શરૂ થયેલા મીની વેકેશનના પહેલાં દિવસે શનિવારે 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. જયારે રવિવારના દિવસે 80 હજાર પ્રવાસીઓ નોંધાયા હતા. આજે સોમવારે પણ જાહેર રજા હોય અને નાતાલ નો પર્વ છે ત્યારે આજે પણ 50 હજાર થી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા
નાતાલના મીની વેકેશનમાં ત્રણ દિવસ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની શક્યતાઓના ભાગ રૂપે તંત્ર સજ્જબન્યું હતું અને સોમવારે જાહેર રજા હોવા છતાં તંત્ર દ્વારા નાતાલની રજાના દિવસે લોકલાગણીને માન આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ વખતે લોકોને શનિ, રવિની સાથે સોમવારે પણ નાતાલ પર્વે 3 દિવસની લાંબી વિકેન્ડ રજા મળતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેને સંલગ્ન અન્ય પ્રોજેક્ટો, નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ-દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ માણે છે. દિવસેને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતા નગર ખાતે આવી રહ્યા છે.