
ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થતાં ડેડીયાપાડા કોર્ટમાં રજુ કરાયા, વધુ રિમાન્ડ ના મંજૂર
રાજપીપલા : જુનેદ ખત્રી
ડેડીયાપાડા ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા બેન, પીએ અને એક ખેડૂત વિરુદ્ધ વન કર્મીને માર મારવા, ગેરકાયદેસર મંડળી બનાવી બળજબરી પૂર્વક પૈસા પડાવવા સંદર્ભે વન વિભાગના કર્મચારી એ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવા સામે આર્મ્સ એક્ટ મુજબ પણ ફરિયાદ નોંધાઇ હતી ત્યારે પોલીસે ધારાસભ્યના પત્ની શકુંતલા બેન, અંગત મદદનીશ, તેમજ ખેડૂતની ધરપકડ કરી હતી ધારાસભ્ય ચૈતર વસાવા ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ત્યારબાદ ધારાસભ્ય સહિત અન્ય આરોપીઓના જામીન અંગે તાલુકા કોર્ટ થી હાઇકોર્ટ સુધી અરજીઓ કરવામાં આવી હતી હાઇકોર્ટે પણ તમામ આરોપીઓ સામેની જામીન અરજી ના મંજૂર કરી હતી

એક મહિનાથી વધુ સમય ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં રહ્યા બાદ ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ તેઓએ ડેડીયાપાડા પોલીસ મથકમાં આત્મ સમર્પણ કર્યું હતું તેઓને ડેડીયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આજે તેઓના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતા પોલીસ દ્વારા ડેડીયાપાડા કોર્ટમાં ફરીથી રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે રિવોલ્વર ની શોધખોળ કરવા માટે ધારાસભ્યના વધુ દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા બંને તરફે ધારદાર રજૂઆતો બાદ ડેડીયાપાડા કોર્ટે ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા ના વધુ રિમાન્ડના મંજૂર કરતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જોકે હજી તેમની જામીન અરજી મંજૂર થઈ નથી ત્યારે અગામી સમયમાં તેમની જામીન અરજી અંગે ચુકાદો આવી શકે છે જો ડેડીયાપાડા કોર્ટમાં જામીન નહિ મળે તો જિલ્લા અદાલત થી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સુધી જામીન માટે અરજ કરવી પડશે
જોકે ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયા દ્વારા આજે આડકતરી રીતે ફરી સત્તાપક્ષ ઉપર નિશાન સાધ્યું હતું અને ધારાસભ્યને ખોટી રીતે કેસ કરી કાયદાની જાળમાં ફસાવવામાં આવ્યા હોવાની વાત કરી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચૈત્ર વસાવા આદિવાસી સમાજના લોકલાડીલા નેતા છે તેઓ ધારાસભ્ય બન્યા બાદ આદિવાસીઓના હક્કો વિશે આક્રમકતાથી લડી રહ્યા હતા જેનાથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું છે જેથી તેઓ સામે ખોટી ફરિયાદ દાખલ કરી અને ષડયંત્ર રચવામાં આવ્યું છે









