JUNAGADHJUNAGADH CITY / TALUKO

ગિરનાર રોપવે કંપનીની દાદાગીરી નાતાલના તહેવારમાં ટ્રાફિકની સ્ટોરી માટે ગયેલ પત્રકાર ઉપર કર્યો હુમલો

ગિરનાર રોપવે કંપનીની દાદાગીરી નાતાલના તહેવારમાં ટ્રાફિકની સ્ટોરી માટે ગયેલ પત્રકાર ઉપર કર્યો હુમલો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ખાનગી સેટેલાઇટ ન્યૂઝ ચેનલના પત્રકાર અમ્માર બખાઈ ઉપર રોપ વે ના મેનેજર મેનેજર કુલબિરસિંઘ બેદી સહિત ત્રણ શખ્સોએ હિચકારો હુમલો કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ.
આ અંગે મળતી માહિતી મુજબ હાલ નાતલના તહેવારો ચાલી રહ્યા હોય, ત્યારે દર વર્ષે નાતલના તહેવારો દરમ્યાન ગિરનાર પર્વત ઉપર ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યારે રોપવે થયો ત્યારથી પ્રવાસીઓનો વધારે ઘસારો રહે છે, ત્યારે આજે પણ રોપવે લોઅર સ્ટેશન ખાતે વધુ પડતી ભીડ જોવા મળતા ખાનગી સેટેલાઇટ ન્યૂઝ ચેનલના પત્રકાર અમ્માર બખાઈ રોપવે પ્રીમાયસિસની બહારથી સુટિંગ કરી રહ્યા હતા, ત્યારે રોપવેના મેનેજર કુલબિરસિંઘ બેદી અને સ્ટાફે પત્રકારનો મોબાઈલ ઝૂંટવી લઈને વીડિયો ડિલીટ કરી નાખ્યા અને પત્રકાર અમ્માર બખાઈને રોપવેના મેનેજર સહિત ત્રણ શખ્સોએ ઢિકા પાટું નો માર મારી ધમકી આપી હતી.

[wptube id="1252022"]
Back to top button