DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 10 લાખ સુધીની મફત સારવાર

તા.૧૫.૧૨.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

dahod:આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 10 લાખ સુધીની મફત સારવાર

દાહોદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા 15-11-2023 થી પ્રારંભ થયેલ છે માન. જીલ્લા કલેકટર હર્ષિત ગોસાવી અને જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત ના અથાક પ્રયત્ન અન્વયે છેલ્લા 30 દિવસ માં કુલ 420 ગામડાઓમાં ” વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો રથ પોહચ્યો જેમાં આયુષ્માન ભારત અંતર્ગત યાત્રા દરમ્યાન કુલ 21775 PMJAY કાર્ડ કાઢી ને લાભાર્થીઓ ને આપવામા આવ્યા તથા છેલ્લા એક મહિનામાં જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ ના અથાક પ્રયત્નો દવારા કુલ 119770 PMJAY કાર્ડ કાઢવામાં આવ્યા જે આદિજાતિ પછાત જીલ્લો હોવા છતા આખા રાજ્યની અંદર દાહોદ બીજા નંબર પર છે જન સુખાકારી માટે જીલ્લા આરોગ્ય તંત્ર હંમેશા ખડેપગે છે તેમજ છેવાડાના માનવી સુધી આરોગ્યની તમામ યોજનાઓનો લાભ મળી રહે તે માટે પણ કટિબદ્ધ છે

[wptube id="1252022"]
Back to top button