

બોડેલીમાં આવેલી સફાયર પબ્લિક સ્કૂલમાં 14 ફેબ્રુઆરીના રોજ માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી. બાળકો અને યુવાનો સ્વ-સંસ્કૃતિ પ્રત્યે અભિમુખ બની સંસ્કારમય જીવન પ્રાપ્ત કરે, માતા પિતાના પ્રેમ, સમર્પણ અને પુરુષાર્થના આદર સાથે વાસ્તવિક પ્રેમ દિવસ મનાવે તે માટે આ દિવસ ઉજવવામાં આવ્યો. ભારતીય સંસ્કૃતિ-પરંપરા મુજબ વિદ્યાર્થીઓએ પોતાના માતા- પિતાનું પૂજન કર્યું. તેમની આરતી ઉતારી. માતા-પિતાની પ્રદક્ષિણા કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ કાર્યક્રમમાં માતા-પિતાનું જીવનમાં મહત્વ વિષય પર 10 જેટલા વિદ્યાર્થીઓએ ભાવનાત્મક વક્તવ્ય આપ્યું.
14 ફેબ્રુઆરી 2019 ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં જે ભારતના 40 જવાનો શહીદ થયા હતા તેમના વિશે વિદ્યાર્થીઓએ ધારદાર રજૂઆત કરી શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા મૌન પાડવામાં આવ્યું હતું.
આમ, સફાયર પબ્લિક સ્કૂલમાં માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરી, શહીદોને સન્માન આપવામાં આવ્યું હતું.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









