BANASKANTHAPALANPUR

ડીસા તાલુકા પેન્શન એસોસિયેશનની સાધારણ સભા અને ૨૧ માં પેન્શન ડે ની ભવ્ય ઉજવણી

1 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા તાલુકા પેન્શન એસોસિયેશનની સાધારણ સભા અને ૨૧ માં પેન્શન ડે ની ભવ્ય ઉજવણી  ૩૦ એપ્રિલ ના રોજ રવિવારે સવારે લાયન્સ ક્લબ ખાતે નાગરભાઈ કે. પરમાર પ્રમુખ ડીસા તાલુકા પેન્શન એસોસિએશનના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જેમાં ઉદઘાટક (૧) શ્રીમગલલાલ માળી મેનેજીંગ ડિરેકટર, બી.કે. ન્યુઝ ચેનલ (૨) શ્રી રાજુભાઈ ઠક્કર, પ્રમુખશ્રી ડીસા નગરપાલિકા, મુખ્ય મહેમાન તરીકે શ્રી જે.જે.દરજી મહામંત્રી ગુજરાત પેન્શન સમાજ અમદાવાદ, શ્રી એસ.એસ.વાઘેલા, પ્રમુખ બનાસકાંઠા પેન્શન એસોસિયેશન, અતિથિ વિશેષ તરીકે શ્રી પોપટલાલ કે. પટેલ (ભોજનદાતા), ડો. શ્રી ધીરજભાઈ જગાણીયા (સાલ દાતા), ડો. શ્રી કૌશલ સિસોદિયા ફેકચ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ, શ્રી તારીકભાઈ સોલંકી પુર્વ કોપોરેટર તથા ચેરમેન ધી નવ નિર્માણ બચત અને ધિરાણ મંડળી ઉપસ્થિત રહયા હતાં.શરૂઆતમાં પ્રાર્થના દીપ પ્રાગટ્ય, દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ (મૌન) રાખેલ ત્યારબાદ સ્વાગત પ્રવચન નાગરભાઈ પરમારે કર્યું હતું. પછી મહેમાનોનું ફૂલહાર અને સાલથી સ્વાગત કરવામાં આવેલ તેમજ વયોવૃધ્ધ સભ્યોનું સાલ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ પેન્શનરો ના પૌત્ર-પૌત્રી (તેજસ્વી તારલાઓ) ને પ્રમાણપત્ર રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ ખજાનચી શ્રી મોતીભાઈ મૈઢ હિસાબો રજુ કરી બહાલી મેળવેલ. સંસ્થાના મંત્રી શ્રી મંડોરીએ વિશેષ અહેવાલ રજૂ કરી પેન્શનના હકક, હીત અંગે સમજ આપી સંસ્થાને સધ્ધર બનાવવા ફાળો આપવા અપીલ કરી હતી. શ્રી મગનભાઈ માળીએ પેન્શનરો ને દેશના હિતમાં ઉપયોગી થવા હાકલ કરી હતી શ્રી રાજુભાઈ ઠક્કર પ્રમુખ ડીસા નગરપાલિકાએ પેન્શનના હિતમાં વાત કરી હતી. ડો. શ્રી કૌશલભાઈ સિસોદિયાએ હાડકાં નાં રોગો અંગેની વાત કરી હતી રાજય પેન્શન સમાજના મહામંત્રી જે.જે. દરજીએ પેન્શનના હકક, હીતની વાત કરી સરકાર સાથે વ્યવહાર સાથે વિસ્તૃત માહિતી આપી હતી જીલ્લા પેન્શન ના પ્રમુખ એસ.એસ.વાઘેલાએ પેન્શનરો ને જરૂરી માહિતી પુરી પાડી હતી શ્રી તારીકભાઈ સોલંકી નું તેમની સામાજીક કામગીરી લક્ષ માં વિશેષ સન્માન કરવામાં આવેલ હતું તેમણે જણાવ્યું હતું કે દરેક સમાજના પેન્શનરો એક નેક થઈ રાષ્ટ્રને મજબૂત કરે સંસ્થાના પ્રમુખ તેમજ સભાના અધ્યક્ષ શ્રી નાગરભાઈ પરમારે પેન્શનરો નિરોગી રહે તે માટે પ્રાર્થના કરી તેમજ પેન્શનરો ના હકક, હીત અંગે જાગૃત રહેવા તેમજ રજુઆત થયે નિકાલની ખાત્રી આપી હતી અંતમાં આભાર વિધિ, ખજાનચી મોતીલાલ મૈઢે કરી હતી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા સંચાલન શ્રી નાથાભાઈ બ્રહ્મક્ષત્રિય કરેલ હતું.આ અંગે વિનોદભાઈ બાંડીવાલા એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button