
આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં મુડેઠા ગામની પ્રાથમિક શાળામાં પ્રવચન યોજાયું.જેમાં બાળકોને ભવ્ય માનવ કાર્ડના નિયમોનું પાલન કરવાથી પોતાના જીવન માં કેવા કેવા પરિવર્તનો આવે છે તેની સમજૂતી આપી.પૂજ્ય ગુરુ મહારાજે જણાવ્યું કે દિવાળીમાં આપણે ફટાકડા ના ફોડવા જોઈએ અને ફટાકડાની જગ્યાએ દીવા કરીને પોતાના જીવનને રોશનમય કરી દેવું જોઈએ. અને બાળકોએ ફટાકડાનો ત્યાગ કર્યો હતો.ગુટકા અને સોપારી જેવા ખરાબ વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ. શાળાના બાળકોમાં ભવ્ય માનવકાર્ડના લીધે ઘણા બધા બદલાવો આવ્યા છે જે આજે દરેક બાળકોમાં જોવા મળી રહ્યા છે.બાળકોને કાર્યક્રમમાં લાવનાર ગામના આગેવાનોને પૂજ્ય ગુરુમહારાજે આશિર્વાદ આપ્યા હતા. શાળામાં સારુ વર્તન કરનાર બાળકોને પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવ્યા હતા.
ભરત ઠાકોર ભીલડી