
જૈન સાધુ મહારાજના નેતૃત્વમાં ૬૦ શાળાના બાળકોને ૬૦ સુવર્ણ મુદ્રા (ગોલ્ડ મેડલ),૨૧૯ રજતમુદ્રા(સિલ્વર મેડલ) અને ૩૪૯ કાંસ્યમુદ્રા (બ્રોન્ઝ મેડલ) આપવામાં આવ્યા.બાળકો બદલાશે અને બનાસકાંઠાનું ભવિષ્ય બદલાશે.
આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત મહારાજ સાહેબની નિશ્રામાં ભીલડી ખાતે ૬૦ શાળાના બાળકોને શ્રેષ્ઠ આચરણ બદલ ૬૨૮ મેડલ આપવામાં આવ્યા.
જૈન શ્રેષ્ઠીઓની અને સમાજ સેવકોની ઉદારતાથી આનંદ પરિવાર દ્વારા સંપૂર્ણ આયોજન થયું. કીર્તિસિંહ સિંહજી વાઘેલા, કેશાજી ચૌહાણ, પ્રવિણભાઈ માળી, શિવાભાઈ ભૂરિયા, ડો. વિનોદભાઈ પટેલ, બહાદુરસિંહ વાઘેલા, શ્રી ડી. ટી. ગોહિલ વગેરેના હાથે બાળકોનું ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું.અને .૬૦ શાળાના મેડલ વિજેતા બાળકો માટે ૬૦ સ્ટેજ બનાવવામાં આવેલા જેના ઉપર બાળકોને બેસાડવામાં આવ્યા હતા. દરેક શાળાના આચાર્યઓ, શિક્ષકોઓએ પૂરી સંખ્યામાં પધારીને પ્રસંગને શાનદાર બનાવ્યો હતો.આગામી સમયમાં સમગ્ર બનાસકાંઠાની શાળાઓને સંસ્કારશાળા બનાવવાના વિશાળ વિચારોની રજૂઆત થઈ.આ બધામાં સૌથી મુખ્ય કોઈ બાબત હતી તો એ હતી કે હવે બાળકો સારા આચરણ ઉપર ધ્યાન દેવા માંડ્યા છે આ બાળકો કહે છે કે અમારે સાધારણ માનવમાંથી ભવ્ય માનવ બનવું છે. અમને મેડલ નથી જોઈતા પરંતુ માનવતા જોઈએ છે.
પૂજ્ય ગુરુમહારાજે સમાપન પ્રવચનમાં બાળકોને કહેલું કે આજનો દિવસ પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ છે. પૈસાદાર માણસો આરસપાષાણ-સોના-ચાંદીના મંદિરો બાંધી શકશે પરંતુ આજે તમે તમારા હૃદયને મંદિર બનાવીને એમાં સંસ્કાર ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા કરી છે આજે શ્રીરામ અને શ્રીકૃષ્ણ તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયા છે તમારા ગળામાં આ મેડલ નથી, પરંતુ એમ વિચારજો કે તમારા હૃદયમંદિરમાં સાક્ષાત્ શ્રીરામના સંસ્કારોની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે હવે શ્રીરામની લાજ રાખવી તમારા હાથમાં છે.કાર્યક્રમ પ્રસંગે જૂની/નવી ભીલડી સરપંચ ગામના અને માર્કેટના આગેવાનો, ગામના વિવિધ મંડળના યુવાનો અને આદર્શ વિદ્યાલય તેમજ H.V. વાલાણીના ૧૦૦થી વધુ બાળકોએ ખૂબ શ્રેષ્ઠ સેવા આપી હતી.આનંદ પરિવારના કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે અને શાળાઓમાં જઈને ૬ સંસ્કારમાતાઓ જે પુરુષાર્થ કરે છે એના કારણે જ આટલો ભવ્ય કાર્યક્રમ સંભવિત બન્યો છે.ભીલડી પોલીસસ્ટેશન તેમજ દિયોદર DySP તરફથી વ્યવસ્થા અને બંદોબસ્તમાં ખડેપગે સેવા આપીને કોઈ જ કસર રાખી નહોતી.આનંદ પરિવાર આપ સૌનો આભાર માને છે અને જાહેર કરે છે કે ટૂંક સમયમાં આગામી ભવ્ય કાર્યક્રમ માટે તૈયાર રહો…
ચાલો બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ
ભરત ઠાકોર ભીલડી








