
આસીફ શેખ લુણાવાડા

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ગજાપગીના મુવાડા મુકામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ દેશમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો
સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા અન્વયે આજ રોજ બાલાસિનોર તાલુકાના ગજાપગીના મુવાડા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તથા કલેકટર ભાવિન પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ સ્થળે આયુષમાન ભવ, પ્રાકૃતિક કૃષિ, મિશન મંગલમ, મતદાર યાદી સુધારણા, આઈ.સી.ડી.એસ. સહિતના સ્ટોલ દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી.દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં દેશમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ ‘વિકસિત ભારત’નો સંકલ્પ લીધો હતો.
કાર્યક્રમના સ્થળે જ લાભાર્થીઓને તેને મળતા લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રાકૃતિક કૃષિ, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરેના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા તેઓએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રાપ્ત થવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાકૃતિક કૃષિ અને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આયુષમાન કાર્ડ, પ્રગતિશીલ ખેડૂતોને ખેતી વિષયક સહાયના લાભોનું પ્રતિકાત્મક વિતરણ પણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાનાં જન-જન સુધી પહોંચી રહ્યો છે.









