BHUJGUJARATKUTCH

ભુજની શિક્ષિકાએ સતત બીજી વખત રાષ્ટ્રીય ક્ક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું.

ભુજની શ્રી પોલીસ હેડ ક્વાર્ટર પ્રા.શાળા ન.૭.ના શિક્ષિકા આર્યએ રાજ્યકક્ષાની ગુજરાતની ટીમમાં સતત બીજી વખત પસંદગી.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરો :- બિમલભાઈ માંકડ – કચ્છ

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ તા. ૫ : અખિલ ભારતીય મુલ્કી સેવા 2023-24 અંતર્ગત નેશનલ લેવલની ચેસ ટુર્નામેન્ટ મનોહર પરીરકર ઇન્ડોર સ્ટેડીયમ નાવેલીમ – ગોવા મુકામે તાજેતરમાં ફેબ્રુઆરી માસ દરમિયાન યોજાઈ હતી. જેમાં ભુજની શ્રી પોલીસ હેડ ક્વાર્ટર પ્રા. શાળા ન. 7 ના શિક્ષિકા શ્રીમતી જયશ્રીબેન ચૈતન્યભાઈ આર્યએ રાજ્યકક્ષાની ગુજરાતની ટીમમાં સતત બીજી વખત પસંદગી પામી રાષ્ટ્રીય ક્ક્ષાએ ગોવા ખાતે ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કરી કચ્છ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ જયશ્રીબેન આર્યે ઓડીશા ભુવનેશ્વર ખાતે રાષ્ટ્રીય ક્ક્ષાએ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લઇ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી કચ્છને ગૌરવ અપાવ્યું હતું. તાજેતરમાં વર્ષ 2023-24 માં યોજાયેલ ખેલમહાકુંભમાં પણ ભુજ તાલુકા કક્ષાએ તેઓ પ્રથમ સ્થાને રહ્યા હતા. અને જીલ્લા કક્ષામાં પણ પ્રથમ ત્રણ સ્થાનમાં પસંદગી પામ્યા છે.

તેમની આ સિદ્ધિ બદલ જિલ્લા – તાલુકા પ્રા.શિક્ષણાધિકારી ઉપરાંત સંગઠનના હરિસિંહ જાડેજા , નયનસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા સહિત શાળા પરિવારે તેમને અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button