NANDODNARMADA

રાજ્યકક્ષાએ જિન્માસ્ટિક સ્પર્ધામાં શ્રી અંબુભાઇ પુરાણી હાઇસ્કુલ DLSS ના વિદ્યાર્થીઓને બે ગોલ્ડ સહિત ૧૧ મેડલ મળ્યા

રાજ્યકક્ષાએ જિન્માસ્ટિક સ્પર્ધામાં શ્રી અંબુભાઇ પુરાણી હાઇસ્કુલ DLSS ના વિદ્યાર્થીઓને બે ગોલ્ડ સહિત ૧૧ મેડલ મળ્યા

 

જુનેદ ખત્રી : રાજપીપલા

રાજ્યકક્ષાએ ૨૦૨૩-૨૪ SGFI તેમજ ગુજરાત જિન્માસ્ટિક એસોસીએસન દ્વારા સુરત ખાતે આયોજિત તા. ૨૮ થી ૩૦ મી નવેમ્બર ૨૦૨૩ દરમિયાન જિન્માસ્ટિકની વિવિધ રમતો યોજાઇ હતી. જેમાં નર્મદા જિલ્લાના શ્રી અંબુભાઇ પુરાણી હાઈસ્કુલ, વડીયા (રાજપીપલા) ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રમતની સ્પર્ધામાં કોચ હિરલબેન તેમજ ટ્રેનર ભાર્ગવભાઇના માર્ગદર્શન હેઠળ હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ ૨ ગોલ્ડ, ૭ સિલ્વર, ૨ બ્રોન્ઝ સહિત કુલ ૧૧ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ શાળા તેમજ નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે.

ઉપરાંત ૬૭ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI)  U-14 ભાઇઓની રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ (D.L.S.S)  ના વિદ્યાર્થીઓએ કોચ સંદિપભાઈના માર્ગદર્શન હેઠળ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્યકક્ષાએ શાળા તથા નર્મદા જિલ્લાને કિર્તી અપાવી છે.

[wptube id="1252022"]
Back to top button