GUJARATLUNAWADAMAHISAGAR

હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને અમીરાત કમેટી, કાલુપુર દ્વારા તથા લારા હોસ્પિટલ ગોધરા ના સહયોગ થી રક્તદાન કેમ્પ આયોજન બાલાસિનોર ખાતે બે અલગ-અલગ સ્થાને રાખવામાં આવ્યું

આસીફ શેખ લુણાવાડા

તારીખ 3/12/2023 ને રવિવાર ના રોજ હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને અમીરાત કમેટી, કાલુપુર દ્વારા તથા લારા હોસ્પિટલ ગોધરા ના સહયોગ થી રક્તદાન કેમ્પ આયોજન બાલાસિનોર ખાતે બે અલગ-અલગ સ્થાને રાખવામાં આવ્યું તથા AABHA (આયુષમાન ભારત હેલ્થ આઈ ડી ) કેમ્પ નું પણ આયોજન થયું જેનુ બાલાસિનોર ની જનતાએ લાભ લીધો .

રક્ત દાન કેમ્પ જેમાં અંજુમન મદરસા ,શેરી અને કાલુપુર મદરસા મા ગોધરા રેડ ક્રોસ ના સહયોગ થી સફળ આયોજન હેઠળ બાલાસિનોર સમાજ ના જાગૃત નાગરિકો એ રક્ત દાન કરી આયોજન ને સફળ બનાવ્યો .

જેમાં બાલાસિનોર શહેર નવાબ સાહેબ સલાઉદ્દીન ખાન જી બાબી ,લારા હોસ્પિટલ ગોધરા થી ડૉ. શુજાઅત વલી સર ,અર્બન હેલ્થ સેન્ટર તલાવ દરવાજા થી ડૉ. દેવેન્દ્ર ભાઈ સાહ(પપ્પુ સાહેબ), હેલપિંગ હેન્ડ હોસ્પિટલ થી ડૉ. વિહંગ પટેલ સર ,ગોધરા થી સામાજિક કાર્યકર અબરાર મન્સૂરી તથા બાલાસિનોર મુસ્લિમ સમાજ ના તમામ ઓલમાએ કિરામ બાલાસિનોર ના અગ્રણીઓ લાલુ ભાઈ સૈયદ , મેમણ ઇકબાલ ભાઈ , મીરઝા સલીમ બેગ ,શેખ ખાલીદ ભાઈ (K.C), પઠાણ ફિરોઝ ખાન , ઈરસાદ ભાઈ માસ્તર એ હાઝરી આપી તથા બાલાસિનોર ની તમામ કમેટીઓ એ રક્ત દાન કરી સાથ-સહકાર આપ્યો.

આ કેમ્પ મા કેમ્પ મા અંજુમન મદરસા મા 110 બોટલ અને કાલુપુર મદરસા મા 50 બોટલ એમ કુલ 160 બોટલ લોહી નું દાન કર્યું.

[wptube id="1252022"]
Back to top button