
વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

આજરોજ વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ-1 ના બાળકોને વિધિવત રીતે પ્રવેશ આપવામાં આવ્યો. બીપોરજોય વાવાઝોડાના કારણે છ જિલ્લામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ રદ કરાયેલ હતો.પરંતુ નવા દાખલ થનાર વિદ્યાર્થીઓને આવકાર આપવાના હેતુસર શાળા કક્ષાએ આજે પ્રવેશોત્સવ કાર્યક્રમ રાખવામાં આવેલ. જેના મુખ્ય અતિથિ આ શાળામાં જ નોકરી કરી નિવૃત્ત થયેલ આચાર્ય શ્રી કાવઠીયા પોપટભાઈ હતા. જેમના હસ્તે જ આ બાળદેવો ને પ્રવેશ આપવામાં આવ્યો. રાણેકપર શાળા પરિવાર વતી તમામ બાળકો ભણીને ખૂબ આગળ વધે તે હેતુથી પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ અને આશીર્વચન આપવામાં આવ્યા.કાર્યક્રમ ના અંતે શાળા પટાગન માં બાળકો દ્વારા ફૂલછોડ ઉગાડવામાં આવ્યાં.


[wptube id="1252022"]








