GUJARAT

એકતાનગર ખાતે એક ભારત શ્રેષ્ડ ભારતની સંકલ્પના અંગે પ્રતિબદ્ભતા વ્યક્ત કરતા તાલીમી અધિકારીઓ*

*કેન્દ્રીય ગૃહ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ર્ડા. જિતેન્દ્ર સિંઘની અધ્યક્ષતામાં લબાસના-મસુરીના ૯૮મા ફાઉન્ડેશન કોર્સ અને આરંભ પ.૦નું એકતાનગર ટેન્ટસીટી-૨ ખાતે સમાપન*
———-
*ભારતની ૧૬ અને ભૂતાનની ૩ સિવિલ સર્વિસીસના ૫૬૦ તાલીમ અધિકારીઓને નવા ભારતના નિર્માણ માટે અને નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવતા મંત્રીશ્રી*
———-
*એકતાનગર ખાતે એક ભારત શ્રેષ્ડ ભારતની સંકલ્પના અંગે પ્રતિબદ્ભતા વ્યક્ત કરતા તાલીમી અધિકારીઓ*
———-
*૨૮ ઓકટોમ્બરથી ૩જી નવેમ્બર-૨૦૨૩ સુધી ટેન્ટસીટી-૨ ખાતે નિવાસ કરી, વર્ગ ખંડ, ફિલ્ડવિઝીટ અને ૩૧મી ઓકટોમ્બરે રાષ્ટ્રીય એકતા દિવસે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉજવણીમાં સહભાગી બન્યા*
———–
રાજપીપલા, શુક્રવાર :- ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય, વડા પ્રધાન કાર્યાલય અને કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદો અને પેન્શન, એટોમિક એનર્જી અને અવકાશ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ર્ડા. જિતેન્દ્ર સિંઘની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી(લબાસના)-મસુરીના તાલીમી અધિકારીઓના ૯૮મા ફાઉન્ડેશન કોર્ષ અને આરંભ પ.૦નો સમાપન કાર્યક્રમ ગરિમા પૂર્ણ રીતે યોજાયો હતો. જેમાં લબાસનાના ડાયરેક્ટરશ્રી શ્રીરામ તરાનીક્રાંતિ, ૯૮મા ફાઉન્ડેશન કોર્સના કો. ઓર્ડીનેટર સુશ્રી છબી ભારદ્વાજ, ફેકલ્ટી સુશ્રી દિશા પન્નુ, શ્રી ગૌતમકુમાર સુશ્રી આંદ્રા અને અન્ય ફેકલ્ટી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કોર્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર, વિવિધ પ્રવૃતિ અને અભ્યાસક્રમમાં અગ્રેસર રહી ઉજ્જયંત દેખાવ કરનાર તાલીમી અધિકારીઓને મંત્રીશ્રીના હસ્તે મેડલ તથા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં એન.ચેતના રેડ્ડીએ શ્રેષ્ઠ ઓફિસર્સ ટ્રેઈનીનો ખિતાબ હાંસલ કર્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી જિતેન્દ્ર સિંઘે “મેં નહીં હમ” થીમ સાથે એકતાનગર ખાતે એક ભારત શ્રેષ્ડ ભારતના સુત્રને સાકાર કરવા ૫૬૦ જેટલા તાલીમી અધિકારીઓને આ કોર્સ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન સાથે નવા ભારતના નિર્માણ માટે નવી શરૂઆતની શુભેચ્છા પાઠવી હતી. કરિયરમાં કર્તવ્ય નિષ્ઠા અને નિર્ણય શક્તિ નવા ભારતના નિર્માણ માટે અને કેપીસીટી બિલ્ડીંગ માટે સમુચિત વિકાસના વિચાર સાથે પારદર્શકતા, જવાબદેહી સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો. છેવાડાના માનવી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પારદર્શક અને સ્વચ્છ સુશાસન સાથે નવા ભારતના સ્વપનને સાકાર કરી સમયસર કાર્ય કરી લોક કલ્યાણની યોજનાઓ થકી સેવા સાથે સુંદર સુશાસનની ધૂરા દેશને નવયુવાનો થકી મળશે તેવી આશા વ્યકત કરી હતી.

આઝાદીના અમૃતકાળમાં આપણે છીએ ત્યારે, કોરોના વખતે આત્મનિર્ભર બની આપણે લોકોની આરોગ્ય ક્ષેત્રે સરાહનીય કામગીરી કરી છે. એટલું જ નહીં, આપણે ટેક્નોલોજીના માધ્યમથી ચંદ્રયાન-૩ પણ ઇસરોના વૈજ્ઞાનિકોની મહેનતથી સફળ રીતે પાર પાડીને ભારતને ગૌરવ અપાવ્યું છે. સુશાસન માટે વહીવટમાં “મેં નહીં હમ”ની થીમ પર કામ કરવા પર ભાર મૂક્યો હતો. મિશન કર્મયોગી પરફોર્મન્સ પર ભાર મુકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ટેક્નોલોજી સાથે સતત તાલ મિલાવતા રહેવા પણ જણાવ્યું હતું. દેશની આ યુવાપેઢીને સુંદર સુશાસનની મળેલી તકથી યથાર્થ અને અસરકારક ઢબે લોકકાર્યો કરવા જણાવ્યું હતું. નવી સ્કીલ સાથે મુશ્કેલીઓનો સામનો કરવા અને તેમાંથી નાગરિકોને ઉગારવા આગવી રીતે કામ કરી દેશ સેવામાં યોગદાન આપવા ઉપર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે લબાસના ડાયરેક્ટરશ્રી શ્રીરામ તરાનીક્રાંતિએ સમગ્ર કોર્ષ અંગેની જાણકારી અને તાલીમ દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃતિઓનો વિસ્તૃતમાં ચિતાર રજૂ કર્યો હતો. મંત્રીશ્રી ડો. જિતેન્દ્ર સિંઘે અહીં ઉપસ્થિત રહીને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ૯૮ માં ફાઉન્ડેશન કોર્સ દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિઓનું વિડીયો પ્રેઝન્ટેશન પણ પ્રસ્તુત કર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રી જિતેન્દ્ર સિંધે કાર્યક્રમ બાદ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી લેશર એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. બાદમાં મ્યુઝિયમની મુલાકાત લઇને ધન્યતા અનુભવી હતી અને સરદાર સાહેબે કરેલા કાર્યોની ઝાંખી નિહાળી પ્રભાવિત થયા હતા. બાદમાં નર્મદા મૈયાના ગોરા ઘાટ ખાતે યોજાતી માં નર્મદાની આરતીમાં લબાસનાના અધિકારીશ્રીઓ સાથે સહભાગી થઇને ધન્યતા અનુભવી હતી.

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા મંત્રીશ્રી શુક્રવારે એકતાનગર હેલિપેડ ખાતેથી અમદાવાદ તરફ જવા રવાના થયા હતા. કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીની નર્મદા જિલ્લાની આ મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ જોડાયા હતા.

૦૦૦૦૦૦

[wptube id="1252022"]
Back to top button