
આસીફ શેખ લુણાવાડા
હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા.શાળામાં ફાયર સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

આજ તા.27.10.23 ના રોજ બપોરે 3.30 કલાકે ફાયર સેફ્ટી અવેરનસ પ્રોગ્રામ તેમજ ફાયર સેફ્ટી અંગેના ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળામાં આકસ્મિક બનતા બનાવો સામે શાળાના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ જાગૃત બને તે હેતુસર આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ લુણાવાડા નગરપાલિકા ફાયર સ્ટાફે શાળામાં હાજર રહી સુંદર માહિતી આપી હતી.
મહીસાગર જિલ્લાના ફાયર સ્ટેશનના પાર્થ પટેલ જે એન પરમાર સાહેબે અને ફાયર સ્ટાફ એ અંગેની માહિતી આપતા કેટલા પ્રકારની આગ લાગે છે અને તેની સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેની સુંદર જાણકારી વિદ્યાર્થીઓને આપી હતી ઉપરાંત અંગેની ખૂબ ઉપયોગી માહિતી સુંદર અને અસરકારક રીતે આપીને વિદ્યાર્થીઓને ઉત્તમ જાણકારી આપી હતી તેમજ ડિઝાસ્ટર અંગેની ખૂબ જ અસરકારક માહિતી આપીને વિદ્યાર્થીઓને જાગૃત કરવા સારો પ્રયત્ન કર્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્યે મહેમાનોનો પરિચય આપી, ફાયર સેફ્ટી અંગેની પ્રાથમિક માહિતી આપી હતી. આ સેમિનાર માટે તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહી હતા અને પ્રસંગને અનુરૂપ પ્રશ્નો પણ પૂછ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી અને માહિતીસભર રહ્યો હતો. મહેમાનોનો આભાર શાળાના શિક્ષક જનાબ આર. કે. શેખે માન્યો હતો. એકંદરે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. અને આવી જ રીતે ફાયર ટીમ દ્વારા લુણાવાડાના અલગ અલગ હોસ્પિટલ સ્કૂલ કોલેજમાં પ્રોગ્રામ આયોજન કરી લોકોને જાગૃત કરવામાં આવી રહયા છે









