GUJARATLUNAWADAMAHISAGAR

બાલાસિનોર તાલુકાની કોલેજ-સ્કૂલોમાં બાળકોના કાયદા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો 

આસીફ શેખ લુણાવાડા

બાલાસિનોર તાલુકાની કોલેજ-સ્કૂલોમાં બાળકોના કાયદા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગર,જીલ્લા સમાજ સુરક્ષા કચેરી મહીસાગર અને જીલ્લા બાળ સુરક્ષા એકમ મહીસાગર ના સંયુક્ત ઉપક્રમે અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવગુજરાત લો કોલેજ, કરુણા નિકેતન હાઇસ્કુલ અને ઓચ્છવલાલ શેઠ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સેક્રેટરી/જજ એમ.જે.બિહોલા દ્વારા કાયદાના વિદ્યાર્થીઓને પ્લી બાર્ગેનિંગ વિષય ઉપર કાયદાકીય માહિતી આપી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમજ સ્કુલોમાં માં ગુડ ટચ અને બેડ ટચ ની શોર્ટ ફિલ્મ બતાવી બાળકોમાં કાયદાકીય જાગૃતતા આવે તે અંગે માર્ગદર્શન આપી બાળકો અભ્યાસ તરફ ધ્યાન આપી સજાગ રહે તે અંગે સમજ આપવામાં આવી હતી.

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી ભાર્ગવીબેન નીનામા દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા લગ્ન થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે તેમજ બાળકોના વિકાસ પર પણ તેની અસર થાય છે તે અંગે ની સમજ આપવામાં આવી હતી.

જીલ્લા બાળ સુરક્ષા અધિકારી જીગ્નેશભાઈ પંચાલ દ્વારા બાળકોના અધિકારો,ચાઈલ્ડ હેલ્પલાઇન-૧૧૨ તેમજ નશામુક્ત ભારત અભિયાન અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી.લીગલ કમ પ્રોબેશન ઓફિસર સતીષભાઈ પરમાર દ્વારા બાળકોને લગતા કાયદાઓમાં થયેલા સુધારાઓ અને જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ કાયદા અંગે કાયદાકીય જોગવાઇઓ ની માહિતી આપી હતી.

[wptube id="1252022"]
Back to top button