Dwarka : દેવભૂમિ દ્વારકાના શહેરી વિસ્તારમાં રખડતા પશુઓના નિયંત્રણ માટે પગલા લેવા માટે બેઠક યોજાઈ

માહિતી બ્યુરો :દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહેરી વિસ્તામાં રખડતા પશુઓના નિયમન માટે સરકારશ્રીની માર્ગદર્શિકા તથા નામદાર કોર્ટની સુચના અન્વયે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરશ્રી અશોક શર્માના અધ્યક્ષસ્થાને મિંટીંગ યોજાઈ હતી.
આ મિંટીંગમાં રખડતા ઢોર, ટ્રાફિક, ગેર કાયદેસર પાર્કિંગ, મરામત કરવા યોગ્ય રસ્તા વગેરે પ્રશ્રોની સમીક્ષા કરી અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. લાઈઝનીંગ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
અસરકારક કામગીરી કરવા માટે જરૂરી સૂચનો કર્યો હતા. રખડતા ઢોરોના નિયંત્રણ માટે સરકારશ્રીની માર્ગદર્શિકા-૨૦૨૩ની રખડતા ઢોરોના નિયંત્રણ માટે ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, નગરપાલીકાના પદાધિકારીઓ, ચીફ ઓફિસર સહિતના જોડાયા હતા.









