NANDODNARMADA

નાંદોદના ખામર ચોકડી પાસે એગ્રો બીઝનેશ સેન્ટર ગોડાઉનમાં થયેલ ચોરીના મેવાતી ગેંગના આરોપીને એલસીબી નર્મદાએ ઝડપી લીધો

નાંદોદના ખામર ચોકડી પાસે એગ્રો બીઝનેશ સેન્ટર ગોડાઉનમાં થયેલ ચોરીના મેવાતી ગેંગના આરોપીને એલસીબી નર્મદાએ ઝડપી લીધો

રાજપીપળા : જુનેદ ખત્રી

આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ખામર ચોકડી પાસે એગ્રો બિઝનેસ સેન્ટર ગોડાઉનમાંથી રાત્રિના સમયે ચોરી થઈ હતી જે સંદર્ભે આમ લેતા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો આ ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી દશ મહિના બાદ એલસીબીના હાથે ઝડપાઈ ગયો છે

ડી.આર.રાઠોડ પીએસઆઇ આમલેથા તથા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. બી.જી.વસાવા નાઓને સંયુક્ત બાતમીદારથી બાતમી મળેલ કે આમલેથા પો.સ્ટે. માં નોંધાયેલ ગુનાના કામનો નાસતો ફરતો આરોપી આશીદ શાહબુદ્દીન મેવ રહે. સલંબા તા.નુહુ, જી.મેવાત(હરીયાણા) વાળો ટ્રકમાં ક્લીનર તરીકે હરીયાણાથી કઠલાલ જી.ખેડા ખાતે આવવાનો હોવાની બાતમી આધારે એલ.સી.બી. ટીમ તથા પો.સ.ઇ. આમલેથા તથા તેઓની ટીમના પોલીસ માણસોએ ખેડા જીલ્લાના કઠલાલ ખાતે છેલ્લા બે દિવસ વોચમાં રહી નાસતા ફરતા આરોપી આશીદ શાહબુદ્દીન મેવ રહે. સલંબા તા.નુહુ, જી.મેવાત(હરીયાણા) ને કઠલાલ-કપડવંજ હાઇવે ઉપરથી ઝડપી પાડી આગળની વધુ તપાસ અર્થે આમલેથા પો.સ્ટે.ને સોંપવામાં આવયો છે

[wptube id="1252022"]
Back to top button