DAHODFATEPURAGUJARAT

ફતેપુરા પોલીસે ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ સાથે બે ઈસમો ને ઝડપી પાડ્યા

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઈ. જે.બી. તડવી સહિત સ્ટાફ ના માણસો એ.એસ.આઈ. વિનુજી મેરુજી, મહેશભાઈ પ્રતાપભાઈ, પિન્ટુભાઈ સુભાષ ભાઈ, જીતેન્દ્રભાઈ ચુનિયાભાઈ, હિતેશભાઈ ચુનાભાઈ, વિપુલભાઈ ફતેસિંઘ ભાઈ, પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે એક મહિન્દ્રા કમ્પનીનું બોલેરો પિકઅપ ડાલુ જેનો નમ્બર GJ-13-AW-4156 છે જેમાં બે ઈસમો રાજસ્થાન થી ફતેપુરા પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્રમાં ઘૂઘસ થી ફતેપુરા જતા રસ્તા ઉપર ભીચોર ગામે કેટલાક ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમની બોલેરો પિકઅપના ડાલા કંતાન ની આડાસમાં છુપાવી લઈને આવી રહેલ છે. જે મુજબની બાતમી આધારે વોચ તપાસ ગોઠવી ગણનાપાત્ર ઇંગ્લિશ દારૂ ના જથ્થા સાથે બે ઈસમો પ્રવીણ સામજી ભામરીયા, ઉ.વ. 27 રહે.બાબાજીપરા અને નરેશ લક્ષમણ લોહિયા ઉ.વ. 30 રહે. વિઠ્ઠલગઢ બન્ને તા-લખતપર, જી-સુરેન્દ્રનગર ને ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ કિંગ ફિશર ટીન ની કુલ બોટલ નંગ 312 જેની કિંમત રૂ.37,440.તથા મોબાઈલ નંગ બે જેની કિંમત રૂ.20,000. તથા મહિન્દ્રા કંપનીનું બોલેરો પિકઅપ ડાલુ જેની કિંમત રૂ.4,00,000. સહિત કુલ 4,57,440. નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ફતેપુરા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

 

[wptube id="1252022"]
Back to top button