JAMBUSAR

જંબુસર તાલુકા ના સારોદ ગામ નજીક આવેલ પી.આઈ ઈન્ડસ્ટ્રીઝ મા બ્રોમીન સ્ટોરેજ ટેન્ક મા લીકેજ થતા અફરા તફરી નો માહોલ સર્જાયો

જંબુસર તાલુકા ના સારોદ ગામ નજીક આવેલ પી.આઈ ઈન્ડસ્ટ્રીઝ માં બ્રોમીન નામનું કેમિકલ લીકેજ થતા અને કેમિકલ હવા મા પ્રસરતા આકાશ કેસરીયુ થઈ ગયુ હોવાના તથા કેમિકલ લીકેજ ના પગલે કંપની મા ભાગદોડ મચી ગઈ હોવાના તેમજ ગેસ લીકેજ ના પગલે કંપની ના ૨૭ કર્મચારીઓ ને સારવાર અર્થે જંબુસર ખાનગી હોસ્પિટલ મા લાવવા મા આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર તાલુકા ના સારોદ ગામ નજીક સેઝ મા આવેલ કેમિકલ નુ ઉત્પાદન કરતી પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝ મા આજરોજ બ્રોમીન નામનુ કેમિકલ ટેન્ક મા સ્ટોરેજ હતુ.આ બ્રોમીન ભરેલ ટેન્ક માંથી બપોર ના અરસા મા લીકેજ થતા થતા કેમિકલ હવા પ્રસરી ગયુ હતુ.કેમિકલ લીકેજ થતા જ ફરજ ઉપર ના કર્મચારીઓ મા ભાગદોડ મચી જવા પામી હતી.અને કામદારો જીવ બચાવવા સલામત જગ્યા ઉપર દોડી જતા નિહાળવા મળ્યા હતા.બ્રોમીન લીકેજ થઈ ને હવા મા પ્રસરતા આકાશ કેસરીયુ થઈ ગયુ હતુ.બ્રોમીન ના લીકેજ થી કંપની મા ફરજ બજાવતા ૨૭ કર્મચારીઓ ને ગેસ ની અસર થતા તાત્કાલિક સારવાર અર્થે જંબુસર જનરલ હોસ્પિટલ ખાતે લાવવા મા આવ્યા હતા.બીજી તરફ કંપની મા લીકેજ અટકાવવા પ્રયાસ હાથ ધરાયો હતો.બ્રોમીન ના લીકેજ ના પગલે નજીક મા આવેલ સારોદ ગામ મા પણ ગ્રામજનો મા ગભરાટ વ્યાપી ગયો હતુ.બ્રોમીન ના લીકેજ થી અસર પામનાર ને જંબુસર ખાનગી હોસ્પિટલ લાવ્યા બાદ ફરજ પર ના ડોક્ટરો એ યુધ્ધ ના ધોરણે સારવાર શરૂ કરી દીધી હતી.માજી ધારાસભ્ય સંજય સોલંકી ને તથા તાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢીયાર (પિન્ટુભાઈ),શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઇ પટેલ ને બનાવ ની જાણ થતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સારવાર લઈ રહેલ કંપની ના કર્મચારીઓ ના ખબરઅંતર પુછી સાંત્વના આપી હતી.વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સારવાર લઈ રહેલ કર્મચારીઓ ને મળી ને હકીકત થી વાકેફ થયા હતા.બનાવ ના પગલે વેડચ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ જંબુસર પોલીસ ધ્વારા હોસ્પિટલ ખાતે બંદોબસ્ત ગોઠવવા મા આવ્યો હતો
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button