
રિપોર્ટર- જીતેન્દ્ર સોલંકી
રાત્રિ દરમ્યાન એક બે નહીં પરંતુ અસંખ્ય પ્રાઇવેટ વાહન ચાલકો મુસાફરોને ને કરવી રહ્યા છે મોતની સવારી
દાંતા તાલુકામાં પુરતા પ્રમાણમાં એસ.ટી.ની સુવિધા ન હોવાના કારણે ગામડાઓમાંથી દાંતા આવતા મુસાફરો તેમન વિદ્યાર્થીઓને જીપોમાં લટકીને જોખમી મુસાફરી કરવી પડી રહી છે. ભૂતકાળમાં ત્રિસુલીયા ઘાટ પાસે ૯ ના મોત નિપજયા તો આર.ટી.ઓ.ને સસ્પેન્ડ કર્યા તો આ બાબતે કોણ પગલાં ભરશે તે ચર્ચાનો વિષય બન્યો છે. બનાસકાંઠા જીલ્લાના કેટલાય તાલુકાના ગામડાઓમાં પુરતી બસો પણ જતી નથી અને એસ.ટી.ના દર્શન કરવા પણ દુર્લભ છે. જેના કારણે લોકોને મોતને માથે રાખીને જીપોમાં જોખમી મુસાફરી કરવાના દિવસો ચાલી રહ્યા છે.
દાંતા તાલુકાની તો આજથી ૩૦ વર્ષ પહેલા ગામડાઓમાં એસ.ટી. બસ જતી હતી પરંતુ જેમ જેમ વિકાસ વધવા લાગ્યો તેમ તેમ સરકાર દ્વારા ગામડાઓમાં એસ.ટી.ઓ મુકવાની પ્રથા બંધ કરવામાં આવી રહી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. જેના કારણે લોકો પોતાના ગામડાઓમાંથી કામ અર્થે તાલુકા મથકે આવતા લોકોને પ્રાઇવેટ વાહનો નો સહારો લેવો પડી રહ્યો છે. અને લોકો મોતની સવારી કરતા નજરે પડી રહ્યા છે.
પાડાના વાંકે પખાલીને ડામ
ભૂતકાળમાં અંબાજી રસ્તામાં ડાલુ પલ્ટી ખાતા ૯ લોકોના મોત નિપજતા વાહન વહેવ્હાર કમિશ્વનરે આર.ટી.ઓ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પરંતુ તેઓ જાણતા હસે કે આ કર્મચારીઓ તો ઓછા છે. આ તમામ જીપો પેસેન્જરો ભરીને પોલીસની નજરો સામેથી પસાર થાય છે તો તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર એક આર.ટી.ઓ. અધિકારીને સસ્પેન્ડ કરવાથી સમસ્યા હલ થવાની નથી તો શુ પોલિસવડા આ બાબતે જાગશે ખરા?
વિદ્યાર્થીઓ પણ કરે છે મોતની સવારી
તાલુકાના ગામડાઓ માંથી વિધાર્થીઓ ભણવા માટે દાંતા આવતા હોય છે અને ગામડાઓથી એસ.ટી. ની સુવિધા ન હોવાના કારણે આ વિધાર્થીનીઓને પ્રાઇવેટ જીપ ડાલામાં મુસાફરી કરવી પડે છે તો સરકાર દ્વારા મોટા મોટા બળગા ફેકવાની જગ્યાએ આવા વિધાર્થીઓ માટે બસની વ્યવસ્થાઓ કરાવવી જોઇએ.અને સરકાર દીકરીઓ માટે મફતમાં મુસાફરી ની વાત કરે છે પરંતુ તાલુકામાં ઘણા ખરા ગામડાઓ માં બસોજ નથી જતી તો મફત મુસાફરી ની વાત ક્યાંથી આવે !








