મોરબીના નવી પીપળી ગામે જુગાર રમતા 5 પત્તાપ્રેમીઓ ઝડપાયા
મોરબી તાલુકાના નવી પીપળી ગામના સ્મશાન પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે ૬૭,૧૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે નવી પીપળી ગામમાં રેડ કરી હતી જેમાં સ્મશાન પાછળ જાહેરમાં જુગાર રમતા બકુલ હરિભાઈ પટેલ રહે પીપળી તા. મોરબી, પરેશ પ્રભુભાઈ પટેલ રહે રવાપર રોડ મોરબી, પ્રેમલ કરશનભાઈ મકવાણા રહે જેપુર તા. મોરબી, સુરેશ નાગજીભાઈ પટેલ અને ધર્મેન્દ્ર ત્રિભુવનભાઈ પટેલ રહે બંને મહેન્દ્રનગર તા. મોરબી એમ પાંચ જુગારીને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૬૭,૧૦૦ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








