GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

Jamnagar : શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ-જામનગર ખાતે વિકાસગૃહનો સ્થાપના દિન તથા ગાંધી જયંતીની ઉજવણી

વિકાસગૃહનો સ્થાપના દિન તથા ગાંધી જયંતીની ઉજવણી

જામનગર (નયના દવે)

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ-જામનગર ખાતે ૨ ઓકટોમ્બરે, ગાંધી જયંતી અને સંસ્થાનો ૬૭ મો સ્થાપના દિન, સંસ્થા પ્રમુખશ્રી કરશનભાઈ ડાંગરના અધ્યક્ષ સ્થાને તથા મા.શ્રી જસ્ટિસ સોનિયાબેન ગીરધરભાઈ ગોકાણી (પૂર્વ ચીફ જસ્ટિસ, ગુજરાત હાઈકોર્ટ)નાસાન્નિધ્યમાં ઉજવવામાં આવ્યો.

ઉપસ્થિત અતિથિવિશેષ મા.શ્રી જસ્ટિસ સોનિયાબેન ગીરધરભાઈ ગોકાણીના વરદ્હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, આ તકે અતિથિનો પરીચય અને શાબ્દિક સ્વાગત કરતાં પ્રમુખશ્રી કરશનભાઈ ડાંગરે, સંસ્થાના પૂર્વસૂરીઓને યાદ કરી, સંસ્થા સ્થાપના અને તેના વિકાસની વાત કરી હતી. આ પ્રસંગે તેમણે જામનગર રત્ન જસ્ટિસ સોનિયાબેન વિષે અનેક સંસ્મરણો તાજા કર્યા હતા. સ્થાપના દિન નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં કેટલાક સામાજિક શૈક્ષણિક પ્રવૃતિઓમાં આજીવન સેવારત વિશિષ્ટ વ્યકિતઓના સન્માન નિમિતે પધારેલા બહેનશ્રી સુધાબેન ખઢેરિયા, ભાઈશ્રી દોસ્તભાઈ બ્લોચની કામગીરી વિશે સૌના માહિતગાર કર્યા હતા.

સ્થાપના દિને પ્રાસંગિક ઉદ્બોધન કરતાં, માનમંત્રી શ્રી હીરાબેન તન્નાએ, સંસ્થાની સમગ્ર કામગીરી અને સફળતામાં સહભાગી થનાર દાતાશ્રીઓ, સરકારી-અર્ધસરકારી ખાતાઓ અને સમાજના કર્મશીલોનો આભાર વ્યકત કર્યો હતો.

સંસ્થા સ્થાપના દિને જસ્ટિસ સોનિયાબેન ગોકાણીના વરદ્ હસ્તે બહેનશ્રી સુધાબેન ખંઢેરિયા, ભાઈશ્રી દોસ્તભાઈ બ્લોચની સેવાને, સન્માનપત્ર, શાલ અને પુસ્તકોના સંપુટથી બિરદાવવામાં આવી હતી. સન્માનનો પ્રતિભાવ આપતા બહેનશ્રી સુધાબેન ખંઢેરિયા અને ભાઈશ્રી દોસ્તભાઈ બ્લોચએ સંસ્થાનો આભાર માનતા પોતાની કામગીરી અને સંસ્થા સાથેના સંબંધો વાગોળ્યા હતા.

વિશેષ ઉપસ્થિત મા.શ્રી જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ સંસ્થાની કામગીરીને બીરદાવીને, પોતાના જીવનની કર્મ યાત્રાથી સૌને વાકેફ કર્યા હતા. તથા બાલિકાઓને હાલના સમયમાં જાગૃતિ કેળ વવા કાયદાકીય જ્ઞાનની જરૂરિયાત પર ભાર મુકયો હતો. આ તકે વિકાસગૃહના હોદ્દેદારશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓએ બહેનશ્રીનું સૂત્રમાલા અને સ્મૃતિભેટથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થા દ્વારા સેવા પ્રકલ્પના ભાગ રૂપે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન યજ્ઞનનું આયોજન કરેલ હતું જેનો મંગલ પ્રારંભ ઉપસ્થિત સૌ મહેમનોના વરહસ્તે દિપ પ્રાગટય દ્વારા ક૨વામાં આવ્યું હતું. જેનો લાભ આશરે ૧૫૦ થી વધારે નાગરિકોએ લીધો હતો.

સંસ્થા દ્વારા પ્રકાશિત મુખપત્ર “તમ્’નું વિમોચન ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ અવસરે સન્માન પત્રનું વાંચન શ્રી પ્રજ્ઞાબેન વ્યાસે કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, વિભાગીય વડાઓ, કા. વા. સમિતિના સભ્યશ્રીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ તથા વિશાળ સંખ્યામાં નિમંત્રિતો ઉપસ્થિત રહયાં હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર મા. મંત્રીશ્રી સુચેતાબેન ભાડલાવાળાએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પાર્થભાઈ પંડયાએ કર્યું હતું.

@________________

BGB

gov.accre.Journalist

8758659878

[wptube id="1252022"]
Back to top button