
રાજપીપળા શહેરમાં આનંદચૌદસ ના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું સરકારી ઓવારે વિસર્જન થયું
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા શહેરમાં આનંદચૌદસના દિવસે દુંદાળા દેવનું અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું હતું. રાજપીપળા શહેર માં બપોર બાદ ગણેશજીની નાની પ્રતિમાઓ વિસર્જન માટે નીકળી ત્યારબાદ સાંજથી મોટી પ્રતિમાઓ નિકળવાની શરૂઆત થઈ જેમાં ગણેશ ભક્તો પોતના કાફલા સાથે કરજણ નદીના ઓવરે પહોંચ્યા હતા.જ્યાં નગરપાલિકા ની ફાયર ટીમના કર્મચારીઓ એ સલામત રીતે બાપ્પા ની પ્રતિમાનું કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું.જોકે દસ દિવસ આતિથ્ય માણ્યા બાદ શાંતિપૂર્ણ રીતે અનંદચૌદસ નો આ અવસર પૂર્ણ થયો પરંતુ વિસર્જન ટાણે બાપા ને વિદાઇ કરતી વેળા ભક્તોની આંખો ભીની થઇ હતી ત્યારે આવતા વર્ષે ફરી પધારજો ના નાદ સાથે ભક્તો એ બાપા ને વિદાઇ આપી હતી.
[wptube id="1252022"]