NANDODNARMADA

પૂરના કપરા સમયે આમલેથાના પી.એસ.આઇની માનવતા, સાઉદી અરબ જાત્રાએ જતા યાત્રીઓની વ્હારે આવ્યા

પૂરના કપરા સમયે આમલેથાના પી.એસ.આઇની માનવતા, સાઉદી અરબ જાત્રાએ જતા યાત્રીઓની વ્હારે આવ્યા

 

મક્કાહ -મદિના જનારા યાત્રીઓને સમયસર ફલાઇટ મળે તે માટે પોલીસે પેટ્રોલિંગ કરી અશા-માલસર પુલ પાર કરાવ્યો

 

નર્મદા જીલ્લા એસ.પી.એ.તાત્કાલિક મદદરૂપ બનવા પોલીસને સુચનાઓ આપતા યાત્રિકો સમયસર અમદાવાદ એરપોર્ટ પોહચી શક્યા

 

રાજપીપળા: જુનેદ ખત્રી

 

પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ કહેવત સાર્થક કરતા આમલેથા ના પી.એસ.આઇ રાઠોડ સાહેબે પુરની કપરી પરિસ્થિતિમાં મક્કા જતા યાત્રિકોને મદદરૂપ બની માનવતા મહેકાવી છે

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના અશા માલસર બ્રીજ નર્મદામાં પૂરની પરિસ્થિતિના કારણે પાણી વધુ હોવાના કારણે સાવચેતીના ભાગરૂપે પુલ બંધ કરવામાં આવ્યો હતો આ દરમિયાન ઝઘડિયા તાલુકાના એક ગામનો પરિવાર સાઉદી અરબના મકકાહ –  મદીના ઉમરાહ માટે જઈ રહ્યો હતો યાત્રિકો દ્વારા અમદાવાદ ખાતે તેઓની ફ્લાઈટ હોવાના કારણે તેઓ ટાઈમસર પહોંચી શકે તેમ ન હતું ત્યારે સ્થળ પર હાજર આમલેથા પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાઠોડ ને પરિવાર દ્વારા રજુઆત કરવામાં આવતા આમલેથા ના પીએસઆઈ રાઠોડ દ્વારા નર્મદા જીલ્લા એસ.પી.ને જાણ કરાતા એસ.પી. પ્રશાંત સુંબે એ તાકીદે યાત્રીઓને સલામતી પુર્વક આગળ સુધી પેટ્રોલિંગ કરવાની સુચનાઓ આપી હતી આમ એસપી નર્મદા દ્વારા પણ આ બાબતે માનવતા રાખી અને યાત્રિકોને સહી સલામત રીતે પાયલોટિંગ કરી તેઓની ગાડી ને નર્મદા બ્રિજ ક્રોસ કરાવ્યો હતો ત્યારે વિકટ પરિસ્થિતિની ધ્યાને લઈ અને આમલેથા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. દ્વારા એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

[wptube id="1252022"]
Back to top button