GARUDESHWARNANDODNARMADA

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા સંભવિત પૂરની પિસ્થિતિને પગલે કાંઠા વિસ્તારો એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા સંભવિત પૂરની પિસ્થિતિને પગલે કાંઠા વિસ્તારો એલર્ટ

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ હાલ છલોછલ ભરાયો છે આજે ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ઉપરવાસમાંથી ભારે માત્રામાં પાણીની આવક થઇ રહી છે જેનાથી ગણતરીના કલાકોમાં નર્મદા બંધ નું જળસ્તર વધી ગયું હતું બપોરે ૩:૦૦ કલાકે પાણીની સપાટી ૧૩૬.૮૮ મીટર નોંધાઇ હતી પાણીની આવક ૧૧,૬૮,૨૩૫ ક્યુસેક નોંધાઇ છે નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે

બપોરે ૦૩ કલાકે નર્મદા બંધના ૨૩ દરવાજા ૨.૯૫ મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ ૫.૪૫ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે દર કલાકે જળ સપાટીમાં ૨૫ સે.મી. નો વધારો નોંધાઇ રહ્યો છે પાણીની વિપુલ આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ થઇ રહ્યા છે નર્મદા , ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button