
અમરેલી જીલ્લાના રાજુલા ખાતે યાદવ યુવા ગ્રૂપ દ્વારા સમાજને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ કરવા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન હેતુ તેમનું સન્માન કરી તેમની પ્રતિભાને બહાર લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે જે હેતુથી આ વર્ષે સાતમના દિવસે વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન રાધે ક્રિષ્ના કોટન,ડુંગર રોડ,રાજુલા ખાતે કરવામા આવેલ.જેમા ઈનામ વિતરણ સાથે મટકી ફોડ અને સૂરીલી સંધ્યાનું પણ આયોજન કરાતા બહોળી સંખ્યામાં આહિર સમાજના લોકો ઉમટી પડેલ.
યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આયોજીત નવમા વિદ્યાર્થી સન્માન સમારોહમા મહેનત કરી સારા માર્કસ મેળવનાર ૨૦૦ ઉપરાંત સમાજના વિદ્યાર્થીઓને જ્ઞાતિના આગેવાનો,અગ્રીઓ અને સંતો દ્વારા ઈનામ રૂપી પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું તેમજ હાજર અગ્રણી સંતો,વડીલો અને દાતાશ્રીઓનું સન્માન કરવામા આવ્યા બાદ મટકી ફોડ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ તેમજ સાંજના આયોજીત સૂરીલી સંધ્યામાં કલાકારશ્રી વિદુરભાઈ આહીર સહિતની ટીમ દ્વારા રમઝટ મચાવી ગણપતભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ સુંદર રીતે સંપન કરવામા આવેલ.
આ કાર્યક્રમમાં ગોવિંદરામબાપુ,ઉર્જામૈયા,સંતગણ,ડો.વાધમશી સાહેબ,ડૉ.વિનુભાઈ,ડૉ.નિલેશભાઈ,કરશનભાઈ કલસરીયા,ભાવેશભાઈ કલસરીયા,એભલભાઈ,નાગજીભાઈ મકવાણા,એડવોકેટ ગુણવંતભાઈ અને ધીરુભાઈ જીંજાળા સહિતના ૪૦૦૦ ઉપરાંત આહીર સમાજના લોકો હાજર રહેલ તેમજ સમાજના દરેક સભ્યએ એક સાથે રહી આવનારા દિવસોમા સમાજને એક નવી દિશા આપવાના સંકલ્પ સાથે સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે યાદવ યુવા ગ્રૂપ રાજુલાના પ્રમુખ રમેશભાઈ કાતરીયા,ઉપપ્રમુખ લાલજીભાઈ જીંજાળા અને મંત્રી પ્રવિણભાઈ,બળુભાઈ,અરવિંદભાઈ,હિમતભાઈ,રાજુભાઈ,જેન્તીભાઈ,હર્ષદભાઈ અને વિનુભાઈ સહિતના તમામ સભ્યો દ્વારા ભારે જહેમત ઉઢાવેલ જે યાદીમાં જણાવેલ છે.










