
આસીફ શેખ લુણાવાડા
હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા.
શાળામાં શિક્ષક દિનની ઉજવણી”
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને *મહાન શિક્ષણવિદ માનનીય ડૉ.રાધાકૃષ્ણન્* ના માનમાં સમગ્ર દેશમાં 5 મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ મનાવવામાં આવે છે.
શાળામાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. *ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓએ શિક્ષક, સેવક તરીકે કામગીરી કરી હતી. ધો.12 ના વિદ્યાર્થીઓએ આચાર્ય અને સુપરવાઈઝર તરીકે કામગીરી કરી હતી.* સવારે પ્રાર્થના સમયથી જ તમામ વિદ્યાર્થીઓએ શાળાનું સંપૂર્ણ સંચાલન પોતે કરીને શિક્ષક દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી. પોતાના અદ્દભુત અનુભવની વિદ્યાર્થીઓએ તાસ લઈને ઉત્સાહપૂર્વક શરૂઆત કરી હતી અને વર્ગોમાં જઈ પોતે જે તે તાસ લઈ પોતાની સાથે ભણતા વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. આજના દિવસે શાળામાં આચાર્ય, સુપરવાઈઝર, શિક્ષક અને સેવક તરીકેની સેવા આપી, કામ કરી તમામ વિદ્યાર્થીઓ ખૂબ આનંદિત થયા હતા સાથે સાથે વર્ગમાં થયેલા પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે શાળાના શિક્ષકમિત્રોએ વિદ્યાર્થીઓની કામગીરીનું નિરીક્ષણ કરી માધ્યમિકમાં પ્રથમ 1 થી 3 અને ઉ. મા. 1 અને 2 નંબર આપીને તેમને અભિનંદન આપ્યા હતા. આ વિદ્યાર્થીઓને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમના દિવસે ઈનામો આપવામાં આવશે.* આ પ્રસંગે શાળાના આચાર્ય ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને શાળા મંડળે શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ યાદગાર અને આનંદિત રહ્યો હતો.